૨૭ વર્ષનો રિન્કુ અને ૨૬ વર્ષની પ્રિયા હવે આગામી ૧૮ નવેમ્બરે વારાણસીમાં લગ્ન કરશે.
રિંગ-સેરેમની માટે પ્રિયા સરોજે હાથની મેંદીમાં રિન્કુનું નામ હિન્દીમાં લખાવ્યું હતું.
રવિવારે ક્રિકેટર રિન્કુ સિંહ અને સંસદસભ્ય પ્રિયા સરોજે સગાઈ પછી સોશ્યલ મીડિયા પોસ્ટથી મોટો ખુલાસો કર્યો હતો. સગાઈ પહેલાંના ફોટોશૂટ અને સગાઈ દરમ્યાનના કેટલાક ફોટો શૅર કરીને બન્નેએ સોશ્યલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું હતું, ‘આ દિવસ અમારા હૃદયમાં ખૂબ લાંબા સમયથી હતો, લગભગ ત્રણ વર્ષ... અને રાહ જોવાની દરેક ક્ષણ કીમતી હતી.’
પ્રખ્યાત હસ્તીઓ હોવા છતાં બન્ને છેલ્લાં ત્રણ વર્ષથી પોતાના પ્રેમ-પ્રકરણને ગુપ્ત રાખવામાં સફળ રહ્યાં હતાં. ૨૭ વર્ષનો રિન્કુ અને ૨૬ વર્ષની પ્રિયા હવે આગામી ૧૮ નવેમ્બરે વારાણસીમાં લગ્ન કરશે.

