Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ડિફેન્ડિંગ રણજી ચૅમ્પિયન વિદર્ભ નેટ રનરેટને કારણે રેસમાંથી આઉટ

ડિફેન્ડિંગ રણજી ચૅમ્પિયન વિદર્ભ નેટ રનરેટને કારણે રેસમાંથી આઉટ

Published : 02 February, 2026 11:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવા કૅપ્ટન દેવદત્ત પડિક્કલની શાનદાર સદી સાથે કર્ણાટકની નૉકઆઉટમાં ધમાકેદાર એન્ટ્રી

દેવદત્ત પડિક્કલે ૮૫ બૉલમાં નૉટઆઉટ ૧૨૦ રન ફટકાર્યા હતા

દેવદત્ત પડિક્કલે ૮૫ બૉલમાં નૉટઆઉટ ૧૨૦ રન ફટકાર્યા હતા


રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬નો ગ્રુપ-સ્ટેજ રાઉન્ડ ગઈ કાલે રસપ્રદ અંદાજમાં પૂર્ણ થયો. એલીટ કૅટેગરીના ગ્રુપ Aમાં ૩૧-૩૧ પૉઇન્ટ સાથે આંધ્ર પ્રદેશ, ઝારખંડ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યાં છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન વિદર્ભે પણ ૩૧ પૉઇન્ટ મેળવ્યા હતા, પરંતુ ઝારખંડના ૧.૫૪૫ અને આંધ્ર પ્રદેશની ૧.૬૨૮ના નેટ રનરેટ સામે એનો ૧.૫૨૬નો આંકડો ઝાંખો પડ્યો હોવાથી રેસમાંથી આઉટ થવું પડ્યું હતું.

ગ્રુપ Bમાં ૨૮ પૉઇન્ટ સાથે મધ્ય પ્રદેશ નંબર વન ટીમ રહી, પરંતુ ગઈ કાલે પંજાબ સામેની પાંચ વિકેટની શાનદાર જીતને કારણે કર્ણાટકે (૨૭ પૉઇન્ટ) સૌરાષ્ટ્ર (૨૬ પૉઇન્ટ)નું નંબર ટૂનું સ્થાન છીનવી લીધું હતું. કર્ણાટકને ગઈ કાલે અંતિમ દિવસે પંજાબ સામે બાકી બચેલી ૪૦ ઓવરમાં ૨૫૦ રનનો ટાર્ગેટ ચેઝ કરવો જરૂરી હતો. કર્ણાટકે પોતાના નવા કૅપ્ટન દેવદત્ત પડિક્કલના ૮૫ બૉલમાં ૬ ફોર અને પાંચ સિક્સની મદદથી ફટકારેલા નૉટઆઉટ ૧૨૦ રનના આધારે ૨૭.૫ ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરીને નૉકઆઉટમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી.



ગ્રુપ Cમાં બંગાળે ૩૬ પૉઇન્ટ સાથે ટૉપરનું સ્થાન જાળવી રાખ્યું, પરંતુ બીજા ક્રમે હરિયાણા (૨૪ પૉઇન્ટ)નું સ્થાન ઉત્તરાખંડે (૨૯ પૉઇન્ટ) લઈ લીધું હતું. ગ્રુપ Dમાં મુંબઈએ ૩૩ પૉઇન્ટ સાથે પહેલું અને જમ્મુ ઍન્ડ કાશ્મીરે ૨૪ પૉઇન્ટ સાથે પોતાનું ટૉપ ટૂનું સ્થાન જાળવી રાખ્યું હતું. બન્ને ટીમની અનુક્રમે દિલ્હી અને પૉન્ડિચેરી સામેની મૅચ ડ્રૉ રહી હતી.


ક્વૉર્ટર ફાઇનલમાં આ ટીમ સામસામે ટકરાશે

મુંબઈ VS કર્ણાટક
મધ્ય પ્રદેશ VS જમ્મુ ઍન્ડ કાશ્મીર
બંગાળ VS આંધ્ર પ્રદેશ
ઝારખંડ VS ઉત્તરાખંડ


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK