Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇટલીમાં સોનિયા ગાંધીના બાળપણના ઘરના માલિક છે સિખ ઉદ્યોગપતિ, મ્યુઝિયમમાં ફેરવવા માગે છે

ઇટલીમાં સોનિયા ગાંધીના બાળપણના ઘરના માલિક છે સિખ ઉદ્યોગપતિ, મ્યુઝિયમમાં ફેરવવા માગે છે

Published : 22 November, 2026 11:38 AM | Modified : 22 November, 2026 11:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંજાબના હોશિયારપુરથી ૧૯૯૨માં ઇટલીમાં સ્થાયી થયેલા કાંગ હાલમાં અમ્રિતસર આવ્યા છે

ઇટલીમાં સોનિયા ગાંધીના બાળપણના ઘરના માલિક છે સિખ ઉદ્યોગપતિ, મ્યુઝિયમમાં ફેરવવા માગે છે

ઇટલીમાં સોનિયા ગાંધીના બાળપણના ઘરના માલિક છે સિખ ઉદ્યોગપતિ, મ્યુઝિયમમાં ફેરવવા માગે છે


ઇટલીમાં આવેલા સોનિયા ગાંધીના બાળપણના ઘરને મ્યુઝિયમમાં ફેરવવામાં આવી શકે છે. આ યોજના પાછળ ઇટલીમાં સ્થાયી થયેલા સિખ ઉદ્યોગપતિ સુખદેવ સિંહ કાંગ છે, જેમણે ૬ વર્ષ પહેલાં આ પ્રૉપર્ટી ખરીદી હતી. તેમનું કહેવું છે કે તેઓ ગાંધી પરિવારને મળીને એવી વસ્તુઓ મેળવવા ઇચ્છે છે જેને મ્યુઝિયમમાં પ્રદર્શિત કરી શકાય. કાંગ આ પ્રૉપર્ટીની જાળવણી માટે વર્ષેદહાડે ૧૦૦૦ યુરોનો ખર્ચ કરે છે. ૬ રૂમનું આ ઘર ઇટલીના વિસેન્ઝા પ્રાંતના લુસિયાનામાં આવેલું છે. કાંગ આ ઘરથી લગભગ એક કલાકના અંતરે બ્રેસિયામાં રહે છે. પંજાબના હોશિયારપુરથી ૧૯૯૨માં ઇટલીમાં સ્થાયી થયેલા કાંગ હાલમાં અમ્રિતસર આવ્યા છે. તેઓ ત્યારથી ઇટલીમાં જ રહે છે અને તેમનું કહેવું છે કે ‘ત્યાં સ્થાયી થવું આસાન નહોતું, મેં ડેરી ફાર્મ, ખેતરો અને ફૅક્ટરીમાં પણ કામ કર્યું છે. ૨૦૨૦માં મેં સોનિયા ગાંધીની પ્રૉપર્ટી મારી પત્ની અને દીકરીના નામે ખરીદી હતી. આ ઘરની સંભાળ રાખવા માટે એક કૅરટેકરને રાખવામાં આવ્યો છે. જો કોઈ ટૂરિસ્ટને આ ઘર જોવું હોય તો કૅરટેકર સુવિધા કરી આપે છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2026 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK