ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈની ટક્કર હરિયાણા સાથે થશે
પ્રતીકાત્મક તસવીર
રણજી ટ્રોફીની વર્તમાન સીઝનનો ગ્રુપ-સ્ટેજ રાઉન્ડ સમાપ્ત થયો છે. ૮ ટીમનાં ગ્રુપમાંથી ટૉપ-ટૂના સ્થાન પર રહેલી ટીમોએ ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી છે. ગ્રુપ-Aમાંથી જમ્મુ-કાશ્મીર (૩૫ પૉઇન્ટ) અને મુંબઈ (૨૯ પૉઇન્ટ), ગ્રુપ-Bમાંથી વિદર્ભ (૪૦ પૉઇન્ટ) અને ગુજરાત (૩૨ પૉઇન્ટ), ગ્રુપ-Cમાંથી હરિયાણા (૨૯ પૉઇન્ટ) અને કેરલા (૨૮ પૉઇન્ટ), ગ્રુપ-Dમાંથી સૌરાષ્ટ્ર (૨૫ પૉઇન્ટ) અને તામિલનાડુ (૨૫ પૉઇન્ટ)એ નૉક-આઉટ રાઉન્ડમાં એન્ટ્રી કરી છે. ૮થી ૧૨ ફેબ્રુઆરી દરમ્યાન ચારેય ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમાશે.
રણજી ટ્રોફી 2024-25 ક્વૉર્ટર ફાઇનલ શેડ્યુલ |
જમ્મુ-કાશ્મીર વિરુદ્ધ કેરલા (પુણે) |
વિદર્ભ વિરુદ્ધ તામિલનાડુ (નાગપુર) |
મુંબઈ વિરુદ્ધ હરિયાણા (રોહતક) |
ગુજરાત વિરુદ્ધ સૌરાષ્ટ્ર (રાજકોટ) |
ADVERTISEMENT

