Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કાશ્મીરના ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ થયો નિષ્ફળ: પૂંછમાં એક આતંકવાદી ઠાર, એક સૈનિક શહીદ

કાશ્મીરના ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ થયો નિષ્ફળ: પૂંછમાં એક આતંકવાદી ઠાર, એક સૈનિક શહીદ

Published : 16 March, 2026 10:37 AM | IST | kashmir
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘટનાસ્થળેથી અનેક શસ્ત્રો મળી આવ્યાં હતાં જેમાં એક AK રાઇફલ, એક પિસ્તોલ અને દારૂગોળો સામેલ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતીય સેનાએ ‘ઑપરેશન DIGGI-2’ હેઠળ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં ૧૪ અને ૧૫ માર્ચની રાત્રે બુચર વિસ્તારમાં એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો હતો. ભારતીય સૈનિકોએ લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) નજીક અસામાન્ય ગતિવિધિ જોયા બાદ તરત જ સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી. આતંકવાદીએ ગોળીબાર કરતાં સેનાએ સ્વબચાવમાં કાર્યવાહી કરીને આતંકવાદીને ઠાર કર્યો હતો. ઘટનાસ્થળેથી અનેક શસ્ત્રો મળી આવ્યાં હતાં જેમાં એક AK રાઇફલ, એક પિસ્તોલ અને દારૂગોળો સામેલ છે.

પૂંછમાં એક શહીદ સૈનિક



પૂંછ જિલ્લામાં ચાલી રહેલા ‘ઑપરેશન શેરી કલાં’ દરમ્યાન એક સૈનિક સૂબેદાર સંદીપકુમાર ઢાકા શહીદ થયો હતો. વાઇટ નાઇટ કૉર્ઝે જણાવ્યું હતું કે ઑપરેશન દરમ્યાન ખડકાળ ભૂપ્રદેશમાં પોતાની ફરજ બજાવતી વખતે સંદીપકુમાર ઢાકા લપસીને પડી ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2026 10:37 AM IST | kashmir | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK