Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સૌરાષ્ટ્ર માટે શેલ્ડન જૅક્સન અને અર્પિત વસાવડાએ બાજી પલટી

સૌરાષ્ટ્ર માટે શેલ્ડન જૅક્સન અને અર્પિત વસાવડાએ બાજી પલટી

11 February, 2023 03:13 PM IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુરુવારે ૨૭ રનના સ્કોરથી શરૂઆત કરનાર જૅક્સને ૨૪૫ બૉલમાં ૧૬૦ રન બનાવ્યા હતા,

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

Ranji Trophy

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક


બૅન્ગલોરમાં રમાતી રણજી ટ્રોફી મૅચના ત્રીજા દિવસે શેલ્ડન જૅક્સન અને કૅપ્ટન અર્પિત વસાવડાએ ફટકારેલી એક-એક સદીને કારણે સૌરાષ્ટ્રએ કર્ણાટક સામે ૪૦૭ રનના જવાબમાં પહેલી ઇનિંગ્સમાં ૪ વિકેટે ૩૬૪ રન બનાવ્યા હતા. ગુરુવારે ૨૭ રનના સ્કોરથી શરૂઆત કરનાર જૅક્સને ૨૪૫ બૉલમાં ૧૬૦ રન બનાવ્યા હતા, તો વસાવડાએ ૨૧૯ બૉલમાં નૉટઆઉટ ૧૧૨ રન બનાવ્યા છે. બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે ૨૩૨ રનની પાર્ટનરશિપ થઈ હતી, જેને કારણે સૌરાષ્ટ્રની સ્થિતિ મજબૂત બની છે.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2023 03:13 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK