રણજી ટ્રોફીની સેમી ફાઇનલમાં સૌરાષ્ટ્રએ ગુમાવી બે વિકેટ, કર્ણાટક કરતાં હજી ૩૩૧ રન પાછળ
મયંક અગ્રવાલ
ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન ન પામેલા ઓપનર મયંક અગ્રવાલે પોતાના શાનદાર પ્રદર્શનથી સિલેક્ટરોને મૂંઝવણમાં મૂકી દીધા છે. બૅન્ગલોરમાં ચાલી રહેલી રણજી ટ્રોફીની સેમી ફાઇનલ મૅચમાં ટીમના કૅપ્ટન મયંક અગ્રવાલે ફટકારેલી શાનદાર ડબલ સેન્ચુરીને કારણે કર્ણાટકે ૪૦૭ રન બનાવ્યા હતા. તેણે ૪૨૯ બૉલમાં ૨૪૯ રન કર્યા હતા, જેમાં ૨૯ ફોર અને ૬ સિક્સરનો સમાવેશ છે. ગઈ કાલે ૨૨૯ પર પાંચ વિકેટના સ્કોરથી આગળ વધારતા સ્કોરમાં ૧૭૮ રનનો વધારો કર્યો હતો. જવાબમાં સૌરાષ્ટ્રએ ૩૦ ઓવરમાં ૭૬ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. તેઓ હજી કર્ણાટક કરતાં ૩૩૧ રન પાછળ છે.


