હવે બોર્ડે ખાતરી આપી છે કે ૧.૯૨ કરોડ રૂપિયાની ઇનામી રકમ જુલાઈ ૨૦૨૫ સુધીમાં સમગ્ર ટીમ (ટીમના પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફ)ને વિતરિત કરવામાં આવશે.
ઓમાન ક્રિકેટ ટીમ
ઓમાન ક્રિકેટ બોર્ડે ૨૦૨૪ના મેન્સ T20 વર્લ્ડ કપ રમવા માટે ICC તરફથી મળતી પ્રાઇઝ મની ટીમના સભ્યોને આપી નથી એવા અહેવાલ આ મહિનાની શરૂઆતમાં સામે આવ્યા હતા. હવે બોર્ડે ખાતરી આપી છે કે ૧.૯૨ કરોડ રૂપિયાની ઇનામી રકમ જુલાઈ ૨૦૨૫ સુધીમાં સમગ્ર ટીમ (ટીમના પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફ)ને વિતરિત કરવામાં આવશે.
આ વિવાદને કારણે પ્લેયર્સ અને બોર્ડ વચ્ચે થયેલા સંઘર્ષથી અગિયાર પ્લેયર્સે પોતાના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ ગુમાવ્યા હતા. ઓમાન ક્રિકેટ બોર્ડ પણ વર્લ્ડ ક્રિકેટ અસોસિએશન (WCA)ની સંડોવણીથી ખુશ નથી. બોર્ડનું માનવું છે કે આ અસોસિએશને પ્લેયર્સને ગેરમાર્ગે દોરવામાં અને ફરજો છોડી દેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જે બન્યું એ વિરોધ નહોતો, પરંતુ ઉશ્કેરણી હતી.


