ખુલાસો કર્યો કે ૨૦૨૬ના T20 વર્લ્ડ કપ સુધીમાં તે ફિટનેસના આધારે તેના વાઇટ-બૉલ ક્રિકેટ-કરીઅરના અંતિમ તબક્કા વિશે વિચારશે.
ફેરવેલ ટેસ્ટ રમવા ઊતરેલા ઍન્જેલો મૅથ્યુઝનું શ્રીલંકન બોર્ડે તેની ફૅમિલીની હાજરીમાં કર્યું સન્માન.
થોડા મહિના પહેલાં કરેલી જાહેરાત અનુસાર શ્રીલંકાનો ૩૮ વર્ષનો ઑલરાઉન્ડર ઍન્જેલો મૅથ્યુઝ બંગલાદેશ સામે ગઈ કાલે પોતાની અંતિમ ટેસ્ટ-મૅચ રમવા ઊતર્યો હતો. મેદાન પર આવતાં પહેલાં જ તેને સાથી ક્રિકેટર દ્વારા ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. ફૅમિલીની હાજરીમાં શ્રીલંકન ક્રિકેટ બોર્ડે તેને સન્માનિત પણ કર્યો હતો.
ફેરવેલ ટેસ્ટ-મૅચ પહેલાં ઍન્જેલો મૅથ્યુઝે કહ્યું હતું, ‘આ એક સંયોગ છે. મેં ગૉલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટેસ્ટ-ડેબ્યુ કર્યું હતું. મેં અહીં જ મારી ૧૦૦મી ટેસ્ટ રમી હતી અને હું અહીં જ ગુડબાય કહેવા જઈ રહ્યો છું.’
ADVERTISEMENT
તેણે શ્રીલંકાને વધુ ટેસ્ટ-મૅચ ફાળવવામાં આવે એની માગણી પણ કરી હતી. તેણે ખુલાસો કર્યો કે ૨૦૨૬ના T20 વર્લ્ડ કપ સુધીમાં તે ફિટનેસના આધારે તેના વાઇટ-બૉલ ક્રિકેટ-કરીઅરના અંતિમ તબક્કા વિશે વિચારશે.


