એવું લાગતું હતું કે નેધરલેન્ડ્સ મૅચ જીતી જશે, પરંતુ નેપાળે હાર ન માની. નંદન યાદવે છેલ્લી ઓવરમાં શાનદાર બૅટિંગ કરી અને છેલ્લા બૉલ પર ફોર ફટકારીને સ્કોર બરાબર કર્યો, જેના કારણે મૅચ સુપર ઓવરમાં ગઈ. નેપાળના કૅપ્ટન રોહિતે મૅચમાં સૌથી વધુ 48 રન બનાવ્યા.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
ક્રિકેટના રમતમાં શું થશે તે કોઈને ખબર નથી. જ્યાં દરેક બૉલ, દરેક રન, દરેક વિકેટ મૅચનો માર્ગ બદલવાનું કામ કરે છે અને જ્યારે સુપર ઓવરની વાત આવે છે, ત્યારે થ્રીલ ચરમસીમાએ પહોંચે છે, પરંતુ કલ્પના કરો કે જો મૅચમાં એક નહીં પણ ત્રણ સુપર ઓવર રમાય તો શું થશે? કંઈક આવું જ બન્યું છે, જેને જોઈને દરેક ચાહક આશ્ચર્યચકિત થઈ ગયા છે. આવું નેધરલૅન્ડ્સ અને નેપાળ વચ્ચે રમાયેલી T20 મૅચમાં થયું.
T20 ક્રિકેટમાં પહેલીવાર ત્રણ સુપર ઓવરનો રોમાંચ
ADVERTISEMENT
નેપાળ વિરુદ્ધ નેધરલેન્ડ્સ વચ્ચેની મૅચમાં, એક નહીં પણ 3 સુપર ઓવર થઈ. છેલ્લી સુપર ઓવરમાં, માઈકલ લેવિટના પાંચ બૉલ બાકી રહેતા સિક્સર સાથે મૅચનો નિર્ણય લેવામાં આવ્યો હતો. T20 કે લિસ્ટ A ક્રિકેટમાં પહેલીવાર આવી ઘટના જોવા મળી છે. મૅચમાં પ્રથમ બૅટિંગ કરતા નેધરલૅન્ડ્સની ટીમે 7 વિકેટે 152 રન બનાવ્યા હતા, જેમાં બાસ ડી લીડે (35) અને વિક્રમજીત સિંહ (30) એ ઇનિંગ્સ રમી હતી. એવું લાગતું હતું કે નેધરલેન્ડ્સ મૅચ જીતી જશે, પરંતુ નેપાળે હાર ન માની. નંદન યાદવે છેલ્લી ઓવરમાં શાનદાર બૅટિંગ કરી અને છેલ્લા બૉલ પર ફોર ફટકારીને સ્કોર બરાબર કર્યો, જેના કારણે મૅચ સુપર ઓવરમાં ગઈ. નેપાળના કૅપ્ટન રોહિતે મૅચમાં સૌથી વધુ 48 રન બનાવ્યા.
ફર્સ્ટ એવર ટ્રિપલ સુપર ઓવર
નેપાળે પહેલી સુપર ઓવરમાં 19/1 રન બનાવ્યા, જેના જવાબમાં, નેધરલૅન્ડ્સ ટીમે માઈકલ (6*) અને (12*) ના આધારે 19 રન બનાવ્યા અને સુપર ઓવરમાં ફરીથી મૅચ ટાઇ કરી. બીજા સુપર ઓવરમાં, નેધરલૅન્ડ્સે પહેલા બૅટિંગ કરી અને 17/2 રન બનાવ્યા. તેના જવાબમાં, નેપાળ ટીમે રોહિત (7* રન) અને દીપેન્દ્ર (10*) ની મદદથી 17 રન બનાવ્યા. ત્રીજી સુપર ઓવર નેપાળ માટે ઘણી નિરાશાજનક રહી. કૅપ્ટન રોહિત (0) અને દીપેન્દ્ર (0) અને રૂપેશ (0) આઉટ થયા. જવાબમાં, નેધરલૅન્ડ્સ ટીમના માઇકલે છગ્ગો ફટકાર્યો અને પાંચ બૉલ બાકી રહેતા 2 વિકેટે મૅચ જીતી લીધી.
ℕ?????????? ?? ???? ??? ??????? ?? ????? ?
— FanCode (@FanCode) June 16, 2025
Match tied ✅
Two Super Overs tied ✅
Third Super Over: Nepal - 0 all out ✅
Netherlands finish it with a first-ball six ?#NEPvNED #FanCode pic.twitter.com/iM24XzHOfv
પહેલી સુપર ઓવરની સ્થિતિ – પ્રેશર હેઠળ ભુર્ટેલ અને ઓ`ડાઉડનું પ્રદર્શન
નેપાળ અને નેધરલૅન્ડ્સ વચ્ચેની પહેલી સુપર ઓવર મૅચમાં નેપાળે બૅટિંગ કરી. કુશલ ભુર્ટેલએ બે છગ્ગા અને એક ચોગ્ગા ફટકારીને 20 રનનો મુશ્કેલ લક્ષ્યાંક મૂક્યો, પરંતુ નેધરલૅન્ડ્સે પણ જવાબમાં જોરદાર પ્રદર્શન કર્યું. માઈકલ લેવિટે પહેલા બૉલ પર છગ્ગો ફટકાર્યો, અને મૅક્સ ઓ`ડાઉડે છેલ્લા બે બૉલ પર છગ્ગો અને એક ચોગ્ગો ફટકારીને મૅચને બીજા સુપર ઓવરમાં ખેંચી લીધી.
બીજી સુપર ઓવર: એરીએ છગ્ગો ફટકાર્યો અને મૅચને ત્રીજી સુપર ઓવર તરફ ધકેલી દીધી
બીજી સુપર ઓવરમાં, નેધરલૅન્ડ્સે પ્રથમ બૅટિંગ કરી અને લલિત રાજવંશીના સારા પ્રદર્શન છતાં 17 રન બનાવ્યા. નેપાળની ઇનિંગ્સની શરૂઆત રોહિત પૌડેલના સિક્સરથી થઈ, ત્યારબાદ દીપેન્દ્ર સિંહ એરીએ ફોર ફટકારી. છેલ્લા બૉલ પર 7 રનની જરૂર હતી અને એરીએ કાઉ કોર્નર પર શાનદાર સિક્સર ફટકારીને મૅચને ત્રીજા સુપર ઓવરમાં ધકેલી દીધી.
ત્રીજો સુપર ઓવર: માઈકલ લેવિટના બૅટથી જીતનો સિક્સર
નેપાળ વિરુદ્ધ નેધરલૅન્ડ્સ મૅચમાં આ રીતે ત્રીજી સુપર ઓવર રમાઈ. ઑફ-સ્પિનર જૅક લિયોન-કેશે શાનદાર બૉલિંગ કરી અને પૌડેલ અને ડેબ્યુટન્ટ રૂપેશ સિંહને 4 બૉલમાં કોઈ રન આપ્યા વિના આઉટ કર્યા. નેધરલૅન્ડ્સનો લક્ષ્યાંક 0 હતો અને માઈકલ લેવિટે સંદીપ લામિછાનેના બૉલ પર સિક્સર ફટકારીને ઐતિહાસિક જીત નોંધાવી.

