Online Betting Apps: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ, યુવરાજ સિંહ અને સુરેશ રૈનાની મુશ્કેલીઓ વધી; ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપવામાં ખેલાડીઓના નામ આવ્યા સામે
હરભજન સિંહ, યુવરાજ સિંહ, સુરેશ રૈના
ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશ (Online Betting Apps)નો પર કાનૂની પકડ વધુ કડક બની રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate)એ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ સામે તેની તપાસનો વિસ્તાર કર્યો છે અને ભૂતપૂર્વ ક્રિકેટરો અને ફિલ્મ હસ્તીઓ દ્વારા કરવામાં આવતા સમર્થન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ED એ 1xBet, FairPlay, Parimatch અને Lotus365 જેવા પ્રતિબંધિત સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ સાથે પ્રમોશનલ લિંક્સની ચાલી રહેલી તપાસના ભાગ રૂપે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો હરભજન સિંહ (Harbhajan Singh), યુવરાજ સિંહ (Yuvraj Singh) અને સુરેશ રૈના (Suresh Raina)ની પૂછપરછ કરી છે. આ સિવાય અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) અને અભિનેત્રી ઉર્વશી રાઉતેલા (Urvashi Rautela)ની પૂછપરછ કરી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના જણાવ્યા મુજબ, 1xBet, FairPlay, Parimatch અને Lotus365 જેવા સટ્ટાબાજી પ્લેટફોર્મ ક્રિકેટરો સાથે મળીને મોટી સંખ્યામાં લોકોની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. પ્રતિબંધિત સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ તેમની જાહેરાતોમાં QR કોડનો ઉપયોગ કરી રહ્યા હતા. તેમના વેબ પેજ પર ઉપયોગમાં લેવાતો QR કોડ યુઝર્સને ગેરકાયદેસર સટ્ટાબાજી પ્લેટફોર્મ પર મોકલી રહ્યો છે. વર્તમાન કાયદા અનુસાર, આ ખોટું છે.
ADVERTISEMENT
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો હરભજન સિંહ, યુવરાજ સિંહ અને સુરેશ રૈનાની આ મામલે ED પુછપરછ કરશે.
EDના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, આ સટ્ટાબાજી પ્લેટફોર્મ જાહેરાત ઝુંબેશમાં 1xbat અને 1xbat સ્પોર્ટિંગ લાઇન્સ જેવા સરોગેટ નામોનો ઉપયોગ કરી રહ્યા છે. જાહેરાતોમાં ઘણીવાર QR કોડનો સમાવેશ થાય છે જે વપરાશકર્તાઓને સટ્ટાબાજી સાઇટ્સ પર લઈ જાય છે, જે ભારતીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. કેટલાક ક્રિકેટર્સને નોટિસ પહેલેથી જ જારી કરવામાં આવી છે, જ્યારે અન્યને ટૂંક સમયમાં નોટિસ જારી કરવામાં આવે તેવી શક્યતા છે.
EDનું કહેવું છે કે આ પ્લેટફોર્મ્સે પોતાને કૌશલ્ય આધારિત (સ્કિલ્સ બેઝ્ડ) રમતો તરીકે રજૂ કર્યા હતા. પરંતુ ભારતીય કાયદા અનુસાર જુગારની શ્રેણીમાં આવતા અલ્ગોરિધમનો ઉપયોગ કર્યો હતો. આ પછી, આ લોકોએ યુવરાજ સિંહ સહિતની સેલિબ્રિટીઓનો ઉપયોગ કરીને આ એપ્સનો પ્રચાર કર્યો અને લોકોને છેતર્યા. મીડિયા અહેવાલો અનુસાર, પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે આ સમય દરમિયાન ઘણા કાયદા તોડવામાં આવ્યા હતા.
આમાં, આઇટી એક્ટ (IT Act), ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (Foreign Exchange Management Act) અને મની લોન્ડરિંગ એક્ટ (Money Laundering Act) તેમજ સરકારી સૂચનાઓનો ભંગ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, આ પહેલી વાર નથી જ્યારે ઓનલાઈન સટ્ટાબાજી એપ્સની તપાસ કરવામાં આવી હોય. ૨૦૨૩-૨૪ના પ્રખ્યાત મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કૌભાંડ (Mahadev Betting App Case), જેમાં ઘણા રાજકારણીઓના નામ હતા, તેમના પર આ કૌભાંડમાંથી ફાયદો ઉઠાવવાનો આરોપ હતો. મહાદેવના પ્રમોટરો, જેઓ હાલમાં દુબઈથી પ્રત્યાર્પણનો સામનો કરી રહ્યા છે, તેમણે કામગીરી ચાલુ રાખવા માટે ઘણી ફેરપ્લે એપ્સ બનાવી. ED અનુસાર, મહાદેવ કેસમાંથી ગેરકાયદેસર નફો ૬૦૦૦ કરોડ રુપિયાથી વધુ હોવાનો અંદાજ છે.

