T20 ઇન્ટરનૅશનલમાં તે ફુલ-મેમ્બર ટીમ એટલે કે ટેસ્ટ સહિત ત્રણેય ફૉર્મેટ રમતી ટીમો વચ્ચે સૌથી મોટો સ્પેલ ફેંકનાર બોલર બની ગયો છે.
લિઆમ મૅકાર્થી
વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૧૨થી ૧૫ જૂન વચ્ચે ત્રણ મૅચની T20 સિરીઝ રમવા આયરલૅન્ડ પહોંચી હતી. પહેલી બે મૅચ વરસાદને કારણે રદ થયા બાદ ત્રીજી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે ૬૨ રને વિજય મેળવીને સિરીઝ ૧-૦થી જીતી હતી. યજમાન ટીમના ફાસ્ટ બોલર લિઆમ મૅકાર્થીએ પોતાની ડેબ્યુ T20 ઇન્ટરનૅશનલ મૅચમાં એક પણ વિકેટ લીધા વિના ૮૧ રન આપીને અનિચ્છનીય રેકૉર્ડ પોતાને નામે કર્યો હતો.
T20 ઇન્ટરનૅશનલમાં તે ફુલ-મેમ્બર ટીમ એટલે કે ટેસ્ટ સહિત ત્રણેય ફૉર્મેટ રમતી ટીમો વચ્ચે સૌથી મોટો સ્પેલ ફેંકનાર બોલર બની ગયો છે. સાથે જ ડેબ્યુ મૅચમાં સૌથી વધુ રન આપનાર ફુલ-મેમ્બર ટીમના બોલર તરીકે તેણે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસનનો વર્ષ ૨૦૦૭નો રેકૉર્ડ તોડ્યો છે. ઍન્ડરસને એ સમયે પોતાની પહેલી મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે એક વિકેટ લઈને ૬૪ રન આપી દીધા હતા.
ADVERTISEMENT
|
લિઆમ મૅકાર્થીનું પ્રદર્શન |
|
|
ઓવર |
૪ |
|
રન આપ્યા |
૮૧ |
|
ઇકૉનૉમી-રેટ |
૨૦.૨૫ |
|
ફોર |
૧૧ |
|
સિક્સ |
૫ |
|
વાઇડ-બૉલ |
૨ |
|
ડૉટ બૉલ |
૩ |


