પ્રેગ્નન્ટ મહિલા ફાઇનલમાં પહોંચવામાં સફળ ન થઈ
તે પ્રેગ્નન્ટ છે અને તેને આઠમો મહિનો ચાલે છે. તે ૧૦ મીટરની ઍર રાઇફલ સ્પર્ધાની ફાઇનલમાં નહોતી પહોંચી શકી અને એ સાથે તે હવે લંડનથી વિદાય લઈ રહી છે. તે ૫૬ સ્પર્ધકોમાં ૩૪મા નંબરે આવી હતી. તેના ગર્ભમાં બાળકી છે એવું તેને ડૉક્ટરે કહ્યું છે. નૂર સુર્યાનીએ શનિવારના પરાજય પછી કહ્યું હતું કે ‘મારે દરરોજ મારી બાળકીની ઘણી લાત ખાવી પડે છે એટલે મેં હરીફાઈ પહેલાં જ બૂમ પાડીને તેને કહી દીધું હતું કે થોડી વાર માટે સખણી રહેજે. જોકે તે નહોતી માની અને હું નિશાન લઈ રહી હોઉં ત્યારે તેણે કિક મારી હોય એવું ત્રણથી ચાર વખત બન્યું હતું.’