T20 મુંબઈ લીગ 2025ની ફાઇનલમાં સોબો મુંબઈ ફાલ્કન્સ સામે પાંચ વિકેટે જીત નોંધાવી મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રૉયલ્સ ચૅમ્પિયન બની હતી
શ્રેયસ ઐયરની ફાઇલ તસવીર
ગઈ કાલે T20 મુંબઈ લીગ 2025ની ફાઇનલમાં સોબો મુંબઈ ફાલ્કન્સ સામે પાંચ વિકેટે જીત નોંધાવી મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રૉયલ્સ ચૅમ્પિયન બની હતી. શ્રેયસ ઐયરની ટીમ મુંબઈ ફાલ્કન્સે ચાર વિકેટ ગુમાવીને ૧૫૭ રન બનાવ્યા હતા. મેન્ટર અભિષેક નાયર અને કૅપ્ટન સિદ્ધેશ લાડની ટીમ મરાઠા રૉયલ્સે ચાર બૉલ પહેલાં ૧૫૮ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. શ્રેયસ ઐયરના નેતૃત્વવાળી પંજાબ કિંગ્સની ટીમ ત્રીજી જૂને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે IPL 2025ની ફાઇનલ મૅચ હારી હતી.
અમદાવાદ દુર્ઘટનાના પીડિતો માટે વાનખેડેમાં એક મિનિટનું મૌન
ADVERTISEMENT


અમદાવાદમાં થયેલી દુખદ વિમાન-દુર્ઘટનાના પગલે ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં T20 મુંબઈ લીગની ત્રીજી સીઝનની ફાઇનલ મૅચ પહેલાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. મુંબઈ ક્રિકેટ અસોસિએશનના અધિકારીઓ, સોબો મુંબઈ ફાલ્કન્સ અને મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રૉયલ્સના પ્લેયર્સ સહિત દર્શકોએ પોતાની જગ્યા પર ઊભા રહીને પીડિતોને શ્રદ્ધાંજલિ આર્પી હતી. બિગ સ્ક્રીન પર શોક સંદેશ બતાવવામાં આવ્યો હતો અને બધા પ્લેયર્સે હાથ પર કાળી પટ્ટી પહેરી હતી.


