મુંબઈ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ૧૩૩ મૅચમાં ૧૬૫ વિકેટ લેનાર બુમરાહ એપ્રિલમાં ટીમ સાથે જોડાઈ શકે છે.
જસપ્રીત બુમરાહ
IPL 2025 પહેલાં મુંબઈ ઇન્ડિયન્સ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર બૅન્ગલોરસ્થિત સેન્ટર ઑફ એક્સેલન્સમાં રીહૅબમાંથી પસાર થઈ રહ્યો છે. અહેવાલ અનુસાર પીઠની ઇન્જરીને કારણે ચૅમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયેલો બુમરાહ IPL 2025માં બે અઠવાડિયાં માટે ગેરહાજર રહેશે. બુમરાહના મેડિકલ રિપોર્ટ ઠીક છે. તેણે બોલિંગ ફરી શરૂ કરી દીધી છે. જોકે જ્યારે મુંબઈ ૨૩ માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ સામે તેમના અભિયાનની શરૂઆત કરે ત્યારે તેમને બુમરાહનો સાથ મળે એવી શક્યતા ઓછી છે. મુંબઈ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ૧૩૩ મૅચમાં ૧૬૫ વિકેટ લેનાર બુમરાહ એપ્રિલમાં ટીમ સાથે જોડાઈ શકે છે.

