Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે કૅરિબિયન ટીમ પર ક્લીન સ્વીપનો ખતરો

આજે કૅરિબિયન ટીમ પર ક્લીન સ્વીપનો ખતરો

Published : 03 October, 2026 03:03 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે છેલ્લી અને ત્રીજી વન-ડે આજે મુલ્લાંપુરમાં

શુભમન ગિલ

શુભમન ગિલ


આજે ન્યુ ચંડીગઢમાં મુલ્લાંપુરમાં મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમની પહેલવહેલી મેન્સ વન-ડે મૅચ રમાશે. અહીં સપ્ટેમ્બર ૨૦૨૫માં ભારત અને ઑસ્ટ્રેલિયાની મહિલાઓની બે મૅચ રૂપે જ વન-ડે ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ હતી. 
મુલ્લાંપુરમાં ભારતીય મેન્સ ટીમ ડિસેમ્બર ૨૦૨૫માં સાઉથ આફ્રિકા સામે એક T20 મૅચ અને જૂન ૨૦૨૬માં અફઘાનિસ્તાન સામે એક ટેસ્ટ-મૅચ રમી છે. T20 મૅચમાં ૫૧ રને હાર જ્યારે ટેસ્ટ-મૅચમાં એક ઇનિંગ્સ અને ૩૦૦ રનથી જીત મળી હતી. 
વેસ્ટ ઇન્ડીઝ સામે લાગલગાટ ૧૪મી વન-ડે સિરીઝ જીતનાર ભારતની નજર હવે ત્રીજી વન-ડે મૅચ દરમ્યાન ક્લીન સ્વીપ પર રહેશે. ભારતનું નિર્ણાયક બોલિંગ-આક્રમણ વધુ સારા પ્રદર્શન પર નજર રાખશે. છેલ્લી બે મૅચોમાં બેન્ચ પર જ બેસનાર મોહમ્મદ સિરાજને ઇન્જર્ડ પ્રસિદ્ધ ક્રિષ્નાને સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવશે કે નહીં એ જોવું રસપ્રદ રહેશે.

પહેલી બે વન-ડે મૅચમાં રેકૉર્ડ ૮ સદી 



ત્રણ વન-ડે સિરીઝની પહેલી બે મૅચમાં જ ભારત અને વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓએ ૪-૪ વખત ૧૦૦ રનનો આંકડો પાર કરીને ટોટલ ૮ સદી ફટકારી દીધી છે. ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં આ સૌથી વધુ સદીનો રેકૉર્ડ છે. રસપ્રદ વાત તો એ છે કે ત્રણ કે એથી વધુ મૅચની સિરીઝની પહેલી બે મૅચમાં પણ ક્યારેય પાંચથી વધુ સદી જોવા નથી મળી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2026 03:03 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK