એક પોસ્ટમાં પાર્ટીએ કહ્યું, "શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન હોવા છતાં, દિલ્હી પોલીસે ધારાસભ્ય સંજીવ ઝા અને સૌરભની ધરપકડ કરી." પાર્ટીએ જનતાને પણ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી હતી. AAPએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ આંદોલન ચાલુ રહેશે."
AAP નેતાઓની ધરપકડ
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા માટે શુક્રવારે દિલ્હીના જંતર-મંતર ખાતે આમ આદમી પાર્ટી (AAP)ના અનેક નેતાઓ અને 500થી વધુ પ્રદર્શનકારીઓ ભેગા થયા હતા. AAPએ દાવો કર્યો હતો કે દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન આતિશી, દિલ્હી યુનિટના વડા સૌરભ ભારદ્વાજ અને ધારાસભ્ય સંજીવ ઝાની દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. AAPએ જણાવ્યું હતું કે આ નેતાઓ જંતર-મંતર ખાતે જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવ્યા હતા. એક પોસ્ટમાં પાર્ટીએ કહ્યું, "શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન હોવા છતાં, દિલ્હી પોલીસે ધારાસભ્ય સંજીવ ઝા અને સૌરભની ધરપકડ કરી." પાર્ટીએ જનતાને પણ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી હતી. AAPએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ આંદોલન ચાલુ રહેશે. એક અલગ પોસ્ટમાં, સૌરભ ભારદ્વાજે દાવો કર્યો હતો કે નિર્ધારિત વિરોધ પ્રદર્શન પહેલાં જ 500થી વધુ લોકો જંતર-મંતર પહોંચી ગયા હતા. વિરોધ પ્રદર્શનમાં AAPના નેતા દિલીપ કે. પાંડે અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ પણ જોવા મળ્યા હતા.
Vote चोरों की दिल्ली पुलिस ने शांतिपूर्ण प्रदर्शन कर रहे दिल्ली प्रदेश अध्यक्ष @Saurabh_MLAgk जी और विधायक @Sanjeev_aap जी को गिरफ्तार कर लिया। BJP याद रखें, गिरफ्तारियाँ आवाज़ को दबा सकती हैं, जनता के सवालों को नहीं। आंदोलन जारी रहेगा। सभी साथी जंतर-मंतर पहुँचें और शांतिपूर्ण तरीके से अपनी आवाज़ बुलंद करें।
— AAP (@AamAadmiParty) October 2, 2026
ADVERTISEMENT
જંતર-મંતરની આસપાસ ઇન્ટરનેટ સેવા બંધ હોવાના અહેવાલ
દરમિયાન, જંતર-મંતરની આસપાસના વિસ્તારમાં અનેક મોબાઈલ ઈન્ટરનેટ યુઝર્સને એવા મૅસેજ મળ્યા હોવાના અહેવાલ છે જેમાં જણાવાયું હતું કે ‘સરકારી સૂચનાઓ મુજબ’ આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. આ ઘટનાક્રમ એવા સમયે બન્યો છે જ્યારે શુક્રવારે દિલ્હી અને મુંબઈ બન્ને જગ્યાએ ચૂંટણી પંચ અને મતદાર યાદીની `સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન` (SIR) અંગે વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક વિદ્યાર્થી સંગઠનોએ જંતર-મંતર ખાતે અલગ-અલગ વિરોધ પ્રદર્શનોની જાહેરાત કરી હતી. દરમિયાન, `કૉકરોચ જનતા પાર્ટી` (CJP) એ મુંબઈના શિવાજી પાર્કથી તેના દેશવ્યાપી આંદોલનની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી.
CJPનો બૅરિકેડ્સના ઉપયોગ અંગેનો આરોપ
શુક્રવારે, CJPએ દિલ્હી પોલીસ પર આરોપ મૂક્યો હતો કે તેઓએ પ્રદર્શનકારીઓને આંદોલનમાં જોડાતા રોકવા માટે બૅરિકેડ્સ ઊભા કર્યા હતા. એક પોસ્ટમાં પાર્ટીએ જણાવ્યું હતું કે, "એ જ જૂની રણનીતિ, એ જ જૂની યુક્તિઓ. રસ્તાઓ બંધ કરી દેવાયા. બેરિકેડ્સ ઊભા કરાયા. મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવાયા. હજારો પોલીસકર્મીઓ તહેનાત કરાયા." પોતાની માગણીઓની યાદીમાં, CJPએ જ્ઞાનેશ કુમારના રાજીનામા અને તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવાની માગ કરી છે. પક્ષે SIR પ્રક્રિયા અટકાવવાની, જાન્યુઆરી ૨૦૨૫ની મતદાર યાદી પુનઃસ્થાપિત કરવાની અને સ્વતંત્ર તપાસની પણ માગ કરી છે. વધુમાં, CJPએ ચૂંટણી પંચની નિમણૂકોને લગતો ૨૦૨૩નો કાયદો રદ કરવાની અને નાગરિક સમાજની ભાગીદારી સુનિશ્ચિત કરતો પારદર્શક કાયદો અમલમાં મૂકવાની માગ કરી છે.
वोट चोरी के खिलाफ शांतिपूर्ण प्रदर्शन कर रहीं दिल्ली विधानसभा में नेता प्रतिपक्ष @AtishiAAP जी को दिल्ली पुलिस ने गिरफ्तार कर लिया।
— AAP (@AamAadmiParty) October 2, 2026
प्रधानमंत्री मोदी जी, यह देश तानाशाही से नहीं चलेगा। वोट चोर ज्ञानेश कुमार को इस्तीफ़ा देना पड़ेगा। pic.twitter.com/wHVswH1DHc
ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પક્ષોનું એક અઠવાડિયાનું અભિયાન: દેશભરમાં થશે લોકતંત્ર બચાઓ માર્ચ
દિલ્હીમાં ગઈ કાલે ઇન્ડિયા બ્લૉકની બેઠક પછી કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બીજીથી ૮ ઑક્ટોબર દરમ્યાન જિલ્લા સ્તરે ભારતભરમાં ‘લોકતંત્ર બચાઓ માર્ચ’ કાઢવાની જાહેરાત કરી છે. આ બેઠકમાં વિરોધ પક્ષની ૨૦ પાર્ટીઓ સામેલ થઈ હતી
