સનગ્લાસ પહેરીને એન્જિન સાથે ડાન્સ કરતી આ મહિલાનો વિડિયો નાલંદા ઇન્ડેક્સ નામના ઇન્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કરાયો છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સોશ્યલ મીડિયા હવે સસ્તી પ્રસિદ્ધિ માટેનું એવું માધ્યમ બની ગયું છે જ્યાં લોકો કોઈ જ અર્થ વિનાનાં અને સિવિક સેન્સને નેવે મૂકીને કરવાનાં કામો કરતા થઈ ગયા છે. થોડા દિવસ પહેલાં એક મહિલા કોલ્ડ ડ્રિન્કથી રેલવે-સ્ટેશન પર સ્નાન કરી રહી હતી તો હવે એક મહિલા સાડીનો પાલવ રેલવે-ટ્રૅક પર એક ટ્રેનના એન્જિન સાથે બાંધીને રોમૅન્ટિક ડાન્સ કરતી જોવા મળી છે. સનગ્લાસ પહેરીને એન્જિન સાથે ડાન્સ કરતી આ મહિલાનો વિડિયો નાલંદા ઇન્ડેક્સ નામના ઇન્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કરીને લખવામાં આવ્યું છે કે ‘રીલ બનાવવાની હોડમાં લોકો માનસિક અને સામાજિક રૂપથી દેવાળિયા થઈ ગયા છે. થોડીક લાઇક્સ માટે સમજણ, શરમ અને જવાબદારી દાવ પર લગાવી દે છે. કૅમેરા ચાલુ થતાં જ માણસાઈનાં કમાડ બંધ થઈ જાય છે.’
રેલવે-અધિકારીઓએ આ વિડિયો ક્યાંનો છે એ શૅર કરવાની તાકીદ કરી છે.
