Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્રદીપ પુર્ણેકર મર્ડરકેસમાં પોલીસે શૂટર અને તેના સાથીદારને પકડ્યા

પ્રદીપ પુર્ણેકર મર્ડરકેસમાં પોલીસે શૂટર અને તેના સાથીદારને પકડ્યા

Published : 03 October, 2026 10:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવા પકડાયેલા શંકાસ્પદ લોકોની ઓળખ શૂટર નિખિલ યાદવ અને તેના સાથીદાર નીતેશ પવાર તરીકે કરવામાં આવી છે

પ્રદીપ પુર્ણેકર

પ્રદીપ પુર્ણેકર


શિવસેના (UBT)ના થાણેના વિભાગીય પ્રમુખ પ્રદીપ પુર્ણેકરની હત્યાના મામલે થાણે પોલીસે શૂટર સહિત વધુ બે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. એનાથી કસ્ટડીમાં રહેલી કુલ વ્યક્તિની સંખ્યા ૩ થઈ ગઈ છે. પ્રદીપ પુર્ણેકરની થાણેના માનપાડા વિસ્તારમાં મંગળવારે રાતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

નવા પકડાયેલા શંકાસ્પદ લોકોની ઓળખ શૂટર નિખિલ યાદવ અને તેના સાથીદાર નીતેશ પવાર તરીકે કરવામાં આવી છે. પોલીસ-અધિકારીઓના જણાવ્યા અનુસાર ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા આ બન્નેનો પત્તો મેળવ્યો હતો. ગોવા તરફ ભાગવાનો પ્રયાસ કરતી વખતે રાયગડ જિલ્લાના અલીબાગ નજીક તેમને અટકાવીને ધરપકડ કરવામાં આવી હતી.



પોલીસે હુમલામાં સામેલ અન્ય ૪ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી છે. ફરાર આરોપીઓને પકડવા માટે થાણે, રાયગડ અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ ચાલુ છે. થાણે પોલીસે આ હાઈ-પ્રોફાઇલ કેસની દેખરેખ માટે એક વિશેષ તપાસટીમ પણ બનાવી છે અને અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.


થાણેનાં ભૂતપૂર્વ મેયર મીનાક્ષી શિંદેએ પોતાના પર લાગેલા આરોપો ફગાવ્યા

આ હત્યાને કારણે થાણેમાં મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. પ્રદીપ પુર્ણેકરના પુત્ર રામ પુર્ણેકરે જાહેરમાં આરોપ લગાવ્યો છે કે થાણેનાં ભૂતપૂર્વ મેયર મીનાક્ષી શિંદે અને તેમના પતિ રાજેન્દ્ર શિંદેએ આ હત્યાનું કાવતરું રચ્યું હતું. આ દંપતીએ કોઈ પણ સંડોવણીનો સખત ઇનકાર કર્યો છે અને સત્ય બહાર લાવવા માટે પોલીસની ઝીણવટભરી તપાસની માગણી કરી છે. ચાલુ તપાસના ભાગરૂપે પોલીસે આ દંપતીની પણ પૂછપરછ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2026 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK