ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલ યાનિવ રેવાચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર આ બિલબોર્ડની તસવીર શૅર કરી છે. બિલબોર્ડ પર લખ્યું છે, "જીવન બચાવવા બદલ કૅપ્ટન સ્મિતનો આભાર. અમે તમારા ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ."
ઇઝરાયેલે મુંબઈમાં લગાવ્યું બિલ બોર્ડ
દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈ (Flydubai) ફ્લાઇટમાં ૧૭૪ મુસાફરોનો જીવ બચાવનાર ભારતીય પાયલટ સ્મિત મચ્છરને ઈઝરાયેલે મુંબઈમાં વિશેષ સન્માન આપ્યું છે. મુંબઈમાં ઈઝરાયેલના કૉન્સ્યુલેટ જનરલે તેમના સન્માનમાં શહેરમાં એક મોટું બિલબોર્ડ લગાવ્યું છે. સ્મિત મચ્છર મુંબઈના ચેમ્બુર વિસ્તારના રહેવાસી છે.
મુંબઈમાં વિશેષ બિલબોર્ડ લગાવવામાં આવ્યું
ADVERTISEMENT
ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલ યાનિવ રેવાચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર આ બિલબોર્ડની તસવીર શૅર કરી છે. બિલબોર્ડ પર લખ્યું છે, "જીવન બચાવવા બદલ કૅપ્ટન સ્મિતનો આભાર. અમે તમારા ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ." આ બિલબોર્ડ સ્મિત સ્મિતને જીવન બચાવનાર હીરો તરીકે સન્માનિત કરે છે. યાનિવ રેવાચે કહ્યું કે ભારતને એક નવો હીરો મળ્યો છે અને ઈઝરાયેલ તેમનું નામ ક્યારેય ભૂલશે નહીં. તેમણે સ્મિતનો આભાર પણ માન્યો અને તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી.
૩૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ મુસાફરોનો જીવ બચાવ્યો
આ ઘટના ૩૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ બની હતી. અહેવાલો અનુસાર, ફ્લાયદુબઈની ફ્લાઇટને હાઈજૅક કરીને ક્રૅશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાયલટ સ્મિત મચ્છરે પરિસ્થિતિને સંભાળી લીધી અને ૧૭૪ મુસાફરોનો જીવ બચાવ્યો. સ્મિતના સાહસ અને ફરજની ભાવનાના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વખાણ કર્યા છે. ત્રણેય નેતાઓએ સ્મિતને હીરો ગણાવ્યા છે.
THANK YOU, CAPTAIN SMIT!
— Yaniv Revach (@yanivrev) October 3, 2026
ISRAEL SALUTES YOU! pic.twitter.com/meiAp4ylao
હાથમાં ફ્રૅક્ચર, સ્થિતિ સ્થિર
સ્મિત મચ્છરના સસરા જયસુખભાઈ જોગીએ તેમના સ્વાસ્થ્યની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સ્મિતની હાલત હવે સ્થિર છે અને તેઓ ઘરે પરત ફર્યા છે. લોકો તેમની તબિયતપૂછવા માટે તેમને મળી રહ્યા છે. જયસુખભાઈ જોગીએ કહ્યું, "તે હસી-ખુશીથી વાત કરી રહ્યા છે. તેમનો સ્વભાવ સ્થિર છે. તેઓ ઘરે છે. લોકો તેમને મળવા આવી રહ્યા છે. બધા ખબર-અંતર પૂછી રહ્યા છે. અમે બધા ખુશ છીએ." તેમણે જણાવ્યું કે સ્મિતનો હાથ ઘાયલ થયો હતો અને તેમાં ફ્રૅક્ચર થયું હતું. શરીરના ઘણા ભાગો પર ટાંકા આવ્યા હતા. તેમ છતાં તેમની સ્થિતિ સ્થિર છે.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની ચેતવણીઃ હુમલાખોર પાઇલટને મોકલનારે ભારે કિંમત ચૂકવવી પડશે
દુબઈથી તેલ અવીવ જતી flydubaiની ફ્લાઇટમાં હુમલો કરવા ઓમાની કો-પાઇલટને જેણે પણ મોકલ્યો હશે તેણે ભારે કિંમત ચૂકવવી પડશે એવી ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે આકરી ચેતવણી ઉચ્ચારી હતી. હુમલાના બે દિવસ બાદ સોશ્યલ મીડિયા પર વિડિયો-સંદેશમાં નેતન્યાહુએ જણાવ્યું હતું કે સમય વીતવાની સાથે આ ઘટના પાછળનું ચિત્ર વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે. વડા પ્રધાન નેતન્યાહુએ કહ્યું હતું કે ‘હુમલાખોર કો-પાઇલટ ઇસ્લામિક કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરિત હતો. તે પ્રવાસીઓ સાથે વિમાનને તોડી પાડવા માગતો હતો. આ હુમલાખોર પાઇલટને કોઈએ ખાસ મિશન પર મોકલ્યો હતો કે કેમ એની ઊંડી તપાસ ચાલી રહી છે અને એના સૂત્રધારને ભારે કિંમત ચૂકવવી પડશે.’
