flydubaiની ફ્લાઇટ ક્રૅશ કરવાના કાવતરા પાછળ કોનો હાથ છે એની તપાસ તેજ કરવામાં આવી
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ (ફાઇલ તસવીર)
દુબઈથી તેલ અવીવ જતી flydubaiની ફ્લાઇટમાં હુમલો કરવા ઓમાની કો-પાઇલટને જેણે પણ મોકલ્યો હશે તેણે ભારે કિંમત ચૂકવવી પડશે એવી ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે આકરી ચેતવણી ઉચ્ચારી હતી. હુમલાના બે દિવસ બાદ સોશ્યલ મીડિયા પર વિડિયો-સંદેશમાં નેતન્યાહુએ જણાવ્યું હતું કે સમય વીતવાની સાથે આ ઘટના પાછળનું ચિત્ર વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે.
વડા પ્રધાન નેતન્યાહુએ કહ્યું હતું કે ‘હુમલાખોર કો-પાઇલટ ઇસ્લામિક કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરિત હતો. તે પ્રવાસીઓ સાથે વિમાનને તોડી પાડવા માગતો હતો. આ હુમલાખોર પાઇલટને કોઈએ ખાસ મિશન પર મોકલ્યો હતો કે કેમ એની ઊંડી તપાસ ચાલી રહી છે અને એના સૂત્રધારને ભારે કિંમત ચૂકવવી પડશે.’
