ફાધર્સ ડે પર કિંગ કોહલીને મળી સ્પેશ્યલ સરપ્રાઇઝ અને વધુ સમાચાર
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
વિદેશમાં વેકેશન એન્જૉય કર્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની હવે ભારતમાં પોતાના ફાર્મહાઉસ પર ફૅમિલી સાથે શાંતિથી સમય પસાર કરી રહ્યો છે. ફાધર્સ ડે પર તેની દીકરી ઝિવાએ તેના ફોટોનો એક વિડિયો શૅર કર્યો. આ ફોટોમાં ધોની ફાર્મહાઉસમાં પોતાના ડૉગી સાથે જોવા મળ્યો. ૪૨ વર્ષની ઉંમરે પણ શાનદાર ફિટનેસને કારણે ધોની લાંબા વાળમાં કોઈ ફિલ્મનો હીરો જેવો લાગતો હતો.
ફાધર્સ ડે પર કિંગ કોહલીને મળી સ્પેશ્યલ સરપ્રાઇઝ
ADVERTISEMENT
T20 વર્લ્ડ કપ 2024માં વ્યસ્ત વિરાટ કોહલીને ગઈ કાલે ફાધર્સ ડેના અવસર પર એવી સરપ્રાઇઝ મળી હતી જેને તે વર્ષો સુધી યાદ રાખશે. તેની પત્ની અનુષ્કા શર્માએ દીકરી વામિકા અને દીકરા અકાય સાથે મળીને સ્પેશ્યલ ગિફ્ટ તૈયાર કરીને સોશ્યલ મીડિયા પર વિરાટ કોહલીને ફાધર્સ ડે વિશ કર્યું હતું. વામિકા અને અકાયના ફુટપ્રિન્ટની સાથે હૅપી ફાધર્સ ડેના મેસેજવાળી આ ફોટો-પોસ્ટને ઇન્સ્ટાગ્રામ પર કરોડો લોકોએ પસંદ કરી હતી.
મુંબઈકર સૌરભ નેત્રાવળકરની વાઇફ પણ છે ‘ઑલરાઉન્ડર’
અમેરિકન ટીમ માટે T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા ફાસ્ટ બોલર મુંબઈકર સૌરભ નેત્રાવળકરની પત્ની ખરા અર્થમાં એક ‘ઑલરાઉન્ડર’ છે. ૨૦૨૦માં સૌરભે આંધ્ર પ્રદેશની દેવી સ્નિગ્ધા મુપ્પલા સાથે લગ્ન કર્યાં હતાં. સૌરભની જેમ તેની પત્ની પણ ઑરેકલ કંપનીમાં એન્જિનિયર છે. તે એક પ્રોફેશનલ કથક ડાન્સર છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તે અમેરિકામાં ફિટનેસ પ્રોગ્રામ હેઠળ બૉલીવુડ-X નામની ડાન્સ ઍકૅડેમી ચલાવે છે. અમેરિકામાં બૉલીવુડ અને ભારતીય કલ્ચરની બ્રૅન્ડ ઍમ્બૅસેડર એવી દેવી સ્નિગ્ધા મુપ્પલાએ અમેરિકાના શાર્ક ટૅન્ક શોમાં પણ ભાગ લીધો હતો.

