ICC વિમેન્સ ટુર્નામેન્ટ માટેની ટીમ આગામી વર્ષના T20 વર્લ્ડ કપ દ્વારા નક્કી કરશે, જ્યારે મેન્સ ટુર્નામેન્ટ માટે ટૉપ રીજનલ ટીમોને સ્થાન આપવામાં આવશે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકામાં આયોજિત આગામી લૉસ ઍન્જલસ 2028માં ક્રિકેટ ટીમોના ક્વૉલિફિકેશન વિશે મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. મેન્સ અને વિમેન્સ બન્ને કૅટેગરીમાં ૬-૬ ટીમ T20 ફૉર્મેટની ઑલિમ્પિક્સ ગેમ્સમાં ભાગ લઈ શકશે. અહેવાલ અનુસાર ICC વિમેન્સ ટુર્નામેન્ટ માટેની ટીમ આગામી વર્ષના T20 વર્લ્ડ કપ દ્વારા નક્કી કરશે, જ્યારે મેન્સ ટુર્નામેન્ટ માટે ટૉપ રીજનલ ટીમોને સ્થાન આપવામાં આવશે.
અમેરિકન ટીમ હોસ્ટ હોવાથી આપમેળે સ્થાન મેળવી લેશે, જ્યારે પોતાના ખંડમાં ટોચની ટીમ હોવાથી ભારત (એશિયા), ઑસ્ટ્રેલિયા (ઓશનિયા પૅસિફિક મહાસાગરનો પ્રદેશ), ગ્રેટ બ્રિટન (યુરોપ) અને સાઉથ આફ્રિકા (આફ્રિકા) વર્તમાન T20 ઇન્ટરનૅશનલ રૅન્કિંગના આધારે ક્વૉલિફાય થશે. આ કિસ્સામાં પાકિસ્તાન અને ન્યુ ઝીલૅન્ડ બન્ને ICCના નિર્ણયથી નાખુશ છે, કારણ કે વર્તમાન T20 રૅન્કિંગના આધારે તેઓ પોતાના પ્રદેશમાં ટોચની ટીમ નથી અને ઑલિમ્પિક્સ રમવાની તક ચૂકી શકે છે.


