૧૨૮ વર્ષ બાદ વાપસી કરી રહેલી આ રમતની મેડલ મૅચ ૨૦ અને ૨૯ જુલાઈએ રમાશે. લૉસ ઍન્જલસથી લગભગ ૫૦ કિલોમીટર દૂર પોમેના શહેરના ફેરગ્રાઉન્ડ્સ સ્ટેડિયમમાં તમામ મૅચો રમાશે.
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સની રમતો માટેનું શેડ્યુલ હાલમાં જાહેર કરવામાં આવ્યું હતું. ૧૪ જુલાઈથી શરૂ થનારા આ રમતના મહાકુંભના બે દિવસ પહેલાં એટલે કે ૧૨ જુલાઈથી ક્રિકેટની ટુર્નામેન્ટ શરૂ થઈ જશે. ૧૨૮ વર્ષ બાદ વાપસી કરી રહેલી આ રમતની મેડલ મૅચ ૨૦ અને ૨૯ જુલાઈએ રમાશે. લૉસ ઍન્જલસથી લગભગ ૫૦ કિલોમીટર દૂર પોમેના શહેરના ફેરગ્રાઉન્ડ્સ સ્ટેડિયમમાં તમામ મૅચો રમાશે.
મેન્સ અને વિમેન્સ ટીમની કૅટેગરીમાં ૬-૬ ટીમોના કુલ ૧૮૦ T20 પ્લેયર્સ ભાગ લેશે. મોટા ભાગના દિવસોમાં બે મૅચ રમાશે, જ્યારે ૧૪ અને ૨૧ જુલાઈએ કોઈ મૅચ નહીં હોય. બન્ને કૅટેગરીમાં કુલ ૯૦-૯૦ પ્લેયર્સનો ક્વોટા ફાળવવામાં આવ્યો છે એથી ૧૨ ટીમ ૧૫-૧૫ સભ્યોની સ્ક્વૉડ જાહેરાત કરી શકે.


