૨૦૧૯માં પ્લેયર તરીકે નિવૃત્તિ લીધા બાદ તે શ્રીલંકા, ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં કોચિંગ આપી ચૂક્યો છે, પરંતુ ૩૯ વર્ષનો આ કોચ પહેલી વાર ઇન્ટરનૅશનલ ટીમની જવાબદારી સંભાળશે.
કૌશલ સિલ્વા
આગામી સપ્ટેમ્બરમાં આયોજિત T20 એશિયા કપ માટે હૉન્ગકૉન્ગ ક્રિકેટ ટીમે નવા હેડ કોચની નિયુક્તિ કરી છે. પહેલી વાર એશિયા કપમાં ભાગ લેનાર હૉન્ગકૉન્ગે શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર કૌશલ સિલ્વાને કોચિંગની જવાબદારી સોંપી છે. ૨૦૧૯માં પ્લેયર તરીકે નિવૃત્તિ લીધા બાદ તે શ્રીલંકા, ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં કોચિંગ આપી ચૂક્યો છે, પરંતુ ૩૯ વર્ષનો આ કોચ પહેલી વાર ઇન્ટરનૅશનલ ટીમની જવાબદારી સંભાળશે.
કૌશલ સિલ્વા ૨૦૯ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૪૧ સદી અને ૫૪ ફિફ્ટીના આધારે ૧૩,૯૩૨ રન ફટકારી ચૂક્યો છે. ૨૦૧૧થી આ વિકેટકીપર-બૅટર શ્રીલંકા માટે ૩૯ ટેસ્ટ-મૅચ રમ્યો હતો જેમાં તેણે ત્રણ સેન્ચુરી અને ૧૨ ફિફ્ટીની મદદથી ૨૦૯૯ રન બનાવ્યા હતા. તેણે T20 ફૉર્મેટમાં સ્થાનિક લેવલ પર ૩૦ મૅચમાં બે ફિફ્ટીના આધારે ૪૦૪ રન જ કર્યા છે. UAEમાં નવ સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન અને હૉન્ગકૉન્ગની ટક્કરથી એશિયા કપની શરૂઆત થશે.


