જ્યારે ૧૫ જૂને તેણે વિદર્ભ પ્રીમિયર લીગ 2025માં માસ્ટર બ્લાસ્ટર ટીમ માટે સેમી-ફાઇનલ અને ફાઇનલમાં મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમીને ટાઇટલ જીત્યું હતું. આ બન્ને ટીમના નેતૃત્વ ગ્રુપનો તે ભાગ હતો
જિતેશ શર્મા
મહારાષ્ટ્રના ૩૧ વર્ષના વિકેટકીપર-બૅટર જિતેશ શર્માએ બે અઠવાડિયાંની અંદર બીજી વાર T20 ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે. ત્રીજી જૂને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સાથે તેણે IPL 2025ની ટ્રોફી ઉપાડી હતી, જ્યારે ૧૫ જૂને તેણે વિદર્ભ પ્રીમિયર લીગ 2025માં માસ્ટર બ્લાસ્ટર ટીમ માટે સેમી-ફાઇનલ અને ફાઇનલમાં મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમીને ટાઇટલ જીત્યું હતું. આ બન્ને ટીમના નેતૃત્વ ગ્રુપનો તે ભાગ હતો. બૅન્ગલોરમાં તે સ્ટૅન્ડ-ઇન-કૅપ્ટન હતો, જ્યારે માસ્ટર બ્લાસ્ટરમાં તે રેગ્યુલર કૅપ્ટન હતો.


