Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કલકત્તા સામે મુંબઈ બન્યું બાઝીગર

કલકત્તા સામે મુંબઈ બન્યું બાઝીગર

14 April, 2021 12:13 PM IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‌‌કિંગ ખાનની ટીમને છેલ્લા ૩૦ બૉલમાં ૩૧ રનની જરૂર હતી અને ૬ વિકેટ હાથમાં હતી, પણ ચાહર-કૃણાલ-બુમરાહ અને બોલ્ટે બાજી પલટી નાખી: ૧૦ રનથી મુંબઈની સીઝનની પ્રથમ જીત: રાહુલ ચાહર હીરો

રાહુલ ચાહર હીરો

રાહુલ ચાહર હીરો


આઇપીએલમાં ગઈ કાલે ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે કમાલનું કમબૅક કરતાં કલકત્તાના હાથમાં આવેલી બાજી છીનવી લઈને ૧૦ રને ૧૪મી સીઝનમાં જીતનું ખાતું ખોલાવ્યું હતું. મુંબઈએ આપેલા ૧૫૩ રનના ટાર્ગેટ સામે એક સમયે ૧૫ ઓવરમાં ૪ વિકેટે ૧૨૨ રન બનાવી લીધા હતા અને બાકીના ૩૦ બૉલમાં ૩૧ રન બનાવવાના હતા. કલકત્તાની જીત પાક્કી જ લાગી રહી હતી ત્યારે મુંબઈના બોલરોએ ચતુર કૅપ્ટન રોહિત શર્માના ગેમ-પ્લાનને યોગ્ય સાથ આપતાં ૧૦ રનથી યાદગાર જીત મેળવી આપી હતી. રોહિતની અટૅકિંગ ફીલ્ડિંગ અસર કરી ગઈ હતી અને કલકત્તા એમાં બરાબરનું ફસાઈયું હતું. કલકત્તા આખરે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૨ રન જ બનાવી શક્યું. ૨૭ રનમાં ચાર વિકેટ સાથે રાહુલ ચાહર મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

મુંબઈને ડરાવી રહ્યો છે પંજો



૧૩ સીઝન સુધી મુંબઈ સામે કોઈ બોલર પાંચ વિકેટ લેવાનું પરાક્રમ નહોતો કરી શક્યો, પણ ૧૪મી સીઝનમાં લાગે છે કે પાંચ વખતના ચૅમ્પિયન્સ માટે આ પાંચનો આંકડો ભારે ડરાવી રહ્યો છે. પહેલી મૅચમાં બૅન્ગલોરનો હર્ષલ પટેલ ૨૭ રનમાં પાંચ વિકેટ લઈને તરખાટ મચાવી ગયો અને ગઈ કાલે કલકત્તાનો ઍન્દ્રે રસેલે માત્ર બે ઓવરના સ્પેલમાં ૧૫ રનમાં પાંચ વિકેટ લઈને હાહાકાર મચાવી દીધો હતો.


રસેલે બે જ ઓવરમાં કર્યો ખેલ ખતમ

કલકત્તાના કૅપ્ટન ઇઓન મૉર્ગને ટૉસ જીતીને મુંબઈને પ્રથમ બૅટિંગનું આમંત્રણ આપ્યું હતું. કલકત્તાએ એની વિ‌નિંગ ટીમમાં કોઈ બદલાવ નહોતો કર્યો, પણ મુંબઈએ ક્રિસ લીનની જગ્યાએ ક્લિન્ટન ડિકૉકને મોકો આપ્યો હતો. જોકે ડિકૉક ૬ બૉલમાં માત્ર બે જ રન બનાવી શક્યો હતો. ઈશાન કિશન પણ એક રન બનાવીને પૅવિલિયનમાં પાછો આવી ગયો હતો. કૅપ્ટન રોહિત શર્મા (૪૩) અને સૂર્યકુમાર યાદવ (૫૬) બાદ પંડ્યા બ્રધર્સના ૧૫-૧૫ રન સિવાય કોઈ કલકત્તાની સચોટ બોલિંગ સામે ઝાઝું ટકી નહોતું શક્યું. પૅટ ‌કમિન્સની બે વિ‌કેટ બાદ ઍન્દ્રે રસેલે માત્ર બે ઓવરમાં ૧૫ રનમાં પાંચ વિકેટ લઈને મુંબઈનો ‘ધી એન્ડ’ કરી નાખ્યો હતો. મુંબઈ ૨૦મી ઓવરના છેલ્લા બૉલમાં ઑલઆઉટ થઈ ગયું હતું.


ટૂંકો સ્કોર

મુંબઈ - ૨૦ ઓવરમાં ૧૫૨ રનમાં ઑલઆઉટ (સૂર્યકુમાર ૫૬, રોહિત ૪૩, કુણાલ ૧૫ અને હાર્દિક ૧૫, રસેલ ૧૫/૫, કમિન્સ ૨૪/૨)નો કલકત્તા - ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૨ રન (રાણા ૫૭, ગિલ ૩૩, ચહર ૨૭/૪, બોલ્ટ ૨૭/૨) સામે ૧૦ રનથીથી વિજય.

Whatsapp-channel Whatsapp-channel

14 April, 2021 12:13 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK