દિલ્હી પાસે ગુજરાતને તેના જ ગઢમાં સળંગ ત્રીજી વાર હરાવવાની તક
કૅમેરા સામે પોઝ આપ્યો ગુજરાતની ટીમના ટૉપ ઑર્ડર બૅટર્સ સાઈ સુદર્શન, કૅપ્ટન શુભમન ગિલ અને જૉસ બટલરે.
IPL 2025ની પાંત્રીસમી મૅચ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચે રમાશે. ૧૮મી સીઝનમાં હમણાં સુધી ટૉપ ક્લાસ પર્ફોર્મન્સ કરનાર આ બન્ને ટીમની નજર ટેબલ-ટૉપર બનવા પર રહેશે. અક્ષર પટેલની ટીમ દિલ્હી છેલ્લે રાજસ્થાન રૉયલ્સ સામેનો રોમાંચક જંગ જીતીને ફરી વિજયરથ પર સવાર થઈ છે, જ્યારે શુભમન ગિલની ગુજરાત ટીમને છેલ્લે લખનઉ સુપર જાયન્ટ્સ સામે હાર મળતાં તેમનો વિજયરથ અટક્યો છે.
દિલ્હી આ ટુર્નામેન્ટમાં છેલ્લી ત્રણ મૅચથી હાર્યું નથી. ગુજરાત ટાઇટન્સના ગઢ એવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ હોમ ટીમ સામે થયેલી બન્ને ટક્કરમાં દિલ્હીએ બાજી મારી છે. આજે આ સ્ટેડિયમમાં દિલ્હીની નજર હોમ ટીમને સળંગ ત્રીજી વાર હરાવવાના પ્રયાસ પર રહેશે.
ADVERTISEMENT
|
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૦૫ |
|
DCની જીત |
૦૩ |
|
GTની જીત |
૦૨ |
મૅચનો સમય
બપોરે 3.3૦ વાગ્યાથી


