મેકર્સે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે ‘જ્યારે કન્ફ્યુઝન અને કૉમેડી સાથે મળે છે ત્યારે સમજી લો કે ધમાલનો સમય આવી ગયો છે. નવી તારીખ શુભ છે અને ફૅમિલી એન્ટરટેઇનર માટે એકદમ પર્ફેક્ટ છે.
ધમાલ 4
અજય દેવગનને લીડ રોડમાં ચમકાવતી ‘ધમાલ 4’ની રિલીઝના મામલે ઘણા સમયથી કન્ફ્યુઝન છે. પહેલાં આ ફિલ્મ ઈદ દરમ્યાન રિલીઝ કરવાનું પ્લાનિંગ હતું, પણ એ સમયે ‘ટૉક્સિક’ અને ‘ધુરંધર 2’ પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મો સાથે અથડામણ ટાળવા ‘ધમાલ 4’ને પહેલાં ૧૨ જૂને રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પણ હવે મેકર્સે સોશ્યલ મીડિયા મારફત નવી રિલીઝ-ડેટ જાહેર કરી છે.
મેકર્સે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે ‘જ્યારે કન્ફ્યુઝન અને કૉમેડી સાથે મળે છે ત્યારે સમજી લો કે ધમાલનો સમય આવી ગયો છે. નવી તારીખ શુભ છે અને ફૅમિલી એન્ટરટેઇનર માટે એકદમ પર્ફેક્ટ છે. ફિલ્મ ૩ જુલાઈએ અલ્ટિમેટ ફૅમિલી એન્ટરટેનર તરીકે દર્શકો સામે રજૂ થવા તૈયાર છે.’


