બાંગ્લાદેશની અંડર-19 ટીમ શરૂઆતમાં માસવિન્ગોમાં બે વોર્મ-અપ મૅચ રમવાની હતી, ત્યારબાદ તેઓ મુખ્ય મૅચો માટે હરારે જવાના હતા. જોકે, ટુર્નામેન્ટ પહેલા, ICC એ સમયપત્રકમાં ફેરફાર કર્યો. પરિણામે, ટીમને બે અલગ અલગ શહેરોમાં પ્રેક્ટિસ મૅચ રમવાની હતી.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) T20 વર્લ્ડ કપ 2026માં શરૂ કરેલો વિવાદ હવે વધ્યો છે. બાંગ્લાદેશ હવે, તેઓ અંડર-19 વર્લ્ડ કપમાં મુશ્કેલી ઉભી કરવા માટે હવે તૈયારીઓ કરી છે. ભલે તેમની અંડર-19 ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હોય, BCB એ એક નવું નિવેદન બહાર પાડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) પર અયોગ્ય સમયપત્રકનો આરોપ લગાવ્યો છે.
હબીબુલ બશરએ ICC પર શું આરોપ છે?
ADVERTISEMENT
BCB ગેમ ડેવલપમેન્ટ કોઓર્ડિનેટર હબીબુલ બશારે કહ્યું કે બાંગ્લાદેશની ટીમનો પરાજય ફક્ત પ્રદર્શનને કારણે નહીં, પરંતુ ખેલાડીઓ પર વધુ પડતા મુસાફરીના દબાણને કારણે પણ થયો હતો. તેમણે ઇંગ્લૅન્ડ અને ભારત સામેની મૅચોમાં વ્યૂહાત્મક ભૂલો સ્વીકારી, પરંતુ મુસાફરીના સમયપત્રકની અન્યાયી તરીકે ટીકા પણ કરી. હબીબુલ બશારે કહ્યું, "લોકો તેને બહાનું કહી શકે છે, પરંતુ મુસાફરીનું સમયપત્રક એવું હતું કે તે ખેલાડીઓ પર બિનજરૂરી શારીરિક અને માનસિક દબાણ લાવતું હતું."
વારંવાર સમયપત્રક બદલાતા મુશ્કેલીઓ વધી
બાંગ્લાદેશની અંડર-19 ટીમ શરૂઆતમાં માસવિન્ગોમાં બે વોર્મ-અપ મૅચ રમવાની હતી, ત્યારબાદ તેઓ મુખ્ય મૅચો માટે હરારે જવાના હતા. જોકે, ટુર્નામેન્ટ પહેલા, ICC એ સમયપત્રકમાં ફેરફાર કર્યો. પરિણામે, ટીમને બે અલગ અલગ શહેરોમાં પ્રેક્ટિસ મૅચ રમવાની હતી, જે લગભગ ચાર કલાક દૂર હતી. બશરે કહ્યું, "ભારત સામેની મૅચ પહેલા ખેલાડીઓ થાકી ન જાય તે માટે, BCB એ પોતાના ખિસ્સામાંથી આંતરિક ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવી પડી, કારણ કે બસ મુસાફરી લાંબી અને થકાવી નાખનારી હતી."
નવ કલાકની બસ મુસાફરી અને ચોમાસાની અસર
બાંગ્લાદેશના મુખ્ય કોચ નવીદ નવાઝ અને ઘણા ખેલાડીઓએ પણ મુસાફરી વ્યવસ્થા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. ચોમાસાની ઋતુ દરમિયાન ટીમને તેમની શરૂઆતની ગ્રુપ મૅચ પહેલા હરારેથી બુલાવાયો બસ દ્વારા મુસાફરી કરવી પડી હતી. BCB એ ભારત અને ન્યુઝીલૅન્ડ સામેની મહત્ત્વપૂર્ણ મૅચો માટે પોતાના ખર્ચે ફ્લાઇટ્સની પણ વ્યવસ્થા કરી હતી. આમ હોવા છતાં, ટીમને અમેરિકા સામેની મૅચ માટે ફરીથી બુલાવાયો બસ દ્વારા મુસાફરી કરવી પડી, અને પછી ઇંગ્લૅન્ડ સામેની સુપર સિક્સ મૅચ માટે બીજી લાંબી મુસાફરી કરવી પડી.
શું મોટા દેશોને ફાયદો થયો?
હબીબુલ બશરનો આરોપ છે કે ભારત, પાકિસ્તાન, ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવી ટીમોને પ્રમાણમાં ઓછી મુસાફરીનું સમયપત્રક આપવામાં આવ્યું હતું, જ્યારે બાંગ્લાદેશને સતત શહેરો બદલતા રહેવું પડતું હતું. તેમણે કહ્યું, "ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં અમે ICCને મુસાફરીના તાણ વિશે જાણ કરી હતી અને પ્રૅક્ટિસ મૅચોમાં ફેરફાર કરવાની વિનંતી કરી હતી, પરંતુ અમારી વિનંતીને અવગણવામાં આવી હતી. ટુર્નામેન્ટ શરૂ થયા પછી કંઈપણ બદલવું અશક્ય છે."


