Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગરમીને કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૦૭ લોકોએ લેવી પડી સારવાર : પ્લેયર્સ પણ પરેશાન

ગરમીને કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૦૭ લોકોએ લેવી પડી સારવાર : પ્લેયર્સ પણ પરેશાન

Published : 20 April, 2025 08:33 AM | Modified : 21 April, 2025 07:02 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રેક્ષકો પૈકી કેટલાકને હેડેક, ચક્કર, બેહોશી સહિતની તકલીફ થતાં તેમણે સ્ટેડિયમમાં તહેનાત રખાયેલી ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં સારવાર લેવી પડી હતી.

ગરમીને લીધે હેરાન થયેલા ઇશાંત શર્મા અને જૉસ બટલર.

ગરમીને લીધે હેરાન થયેલા ઇશાંત શર્મા અને જૉસ બટલર.


અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે બપોરે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની મૅચ દરમ્યાન ખરા તડકે મૅચ જોવા આવેલા ૧૦૭ પ્રેક્ષકોએ સારવાર લેવી પડી હતી. મૅચ જોવા આવેલાં બાળકો તેમ જ યંગસ્ટર્સને ડીહાઇડ્રેશનની ફરિયાદ થતાં તેમને ઓરલ રીહાઇડ્રેશન સૉલ્ટ (ORS)નું પાણી પીવડાવાયું હતું.


ગુજરાત ટાઇટન્સના નાનકડા ફૅન ધ્રુવ વાછાણીને ડીહાઇડ્રેશન થતાં ઍમ્બ્યુલન્સમાં સારવાર અપાઈ હતી.



અમદાવાદમાં આમ પણ બપોરે ગરમી ચરમસીમાએ હોય છે અને ગરમ પવન પણ ફૂંકાતા હોય છે. ગઈ કાલે શહેરમાં ૪૧ ડિગ્રી તાપમાન હતું અને ગરમીનો પ્રકોપ વર્તાવો હોવા છતાં ક્રિકેટ-ક્રેઝી ફૅન્સ ભરતડકે મૅચ જોવા ઊમટી આવ્યા હતા. જોકે આ પ્રેક્ષકો પૈકી કેટલાકને હેડેક, ચક્કર, બેહોશી સહિતની તકલીફ થતાં તેમણે સ્ટેડિયમમાં તહેનાત રખાયેલી ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં સારવાર લેવી પડી હતી.


યંગસ્ટર્સને ડીહાઇડ્રેશનની ફરિયાદના પગલે ORS પીવડાવાયું હતું.

ગરમીને કારણે ગુજરાત ટાઇટન્સનો બોલર ઇશાંત શર્મા ડીહાઇડ્રેશનનો ભોગ બન્યો હતો અને બૅટિંગ વખતે જૉસ બટલરની હાલત ખરાબ થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2025 07:02 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK