Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > MS Dhoniની ચેપૉકમાં છેલ્લી આઇપીએલ મેચ? સુરેશ રૈનાએ કહી દીધી આ મોટી વાત

MS Dhoniની ચેપૉકમાં છેલ્લી આઇપીએલ મેચ? સુરેશ રૈનાએ કહી દીધી આ મોટી વાત

13 May, 2024 04:09 PM IST | Chennai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

IPL 2024: ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રૉયલ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું.

એમએસ ધોનીએ મેચ બાદ દર્શકોને ટેનિસ બૉલ આપ્યો હતો (તસવીર સૌજન્ય - ચેન્નઈ સુપર કિંગ્સ X)

IPL 2024

એમએસ ધોનીએ મેચ બાદ દર્શકોને ટેનિસ બૉલ આપ્યો હતો (તસવીર સૌજન્ય - ચેન્નઈ સુપર કિંગ્સ X)


કી હાઇલાઇટ્સ

  1. ચેન્નઈ સુપરકિંગ્સના મહેન્દ્ર સિંહ ધોનીને બેટિંગ કરતાં જોઈને લોકો એકદમ ખુશ થઈ જાય છે.
  2. શનિવારે ચેપૉકમાં રમાયેલી મેચ ધોનીની છેલ્લી મેચ હતી? એવી લોકો ચર્ચા કરી રહ્યા છે.
  3. એમએસ ધોનીના રિટાયર બાબતે સુરેશ રૈનાએ વાત કરી હતી.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024)ની જોરદાર સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ચાહકો હોય કે પછી કોઈપણ ક્રિકેટ પ્રેમી સીએસકેના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બેટિંગ જોઈને તો દરેક લોકો ખુશ થઈ જાય છે, જોકે ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ શું આ એમએસ ધોનીની છેલ્લી આઇપીએલ હશે?, એવો પ્રશ્નો લોકોના મનમાં છે. આ પ્રશ્ન પર હવે દરેક લોકો પોતાના વિચારો વ્યક્ત કરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. જોકે હવે 2022માં આઇપીએલમાંથી રિટાયર થનારા અને એમએસ ધોનીના ખાસ ફ્રેન્ડ સુરેશ રૈનાએ ધોનીના છેલ્લા આઇપીએલ બાબતે એક મોટી વાત કહી હતી.


ગયા શનિવારે આઇપીએલની આ સિઝનમાં પ્લેઑફમાં પોતાનું સ્થાન નક્કી કરવા માટે રાજસ્થાન રૉયલસ (RR) અને સીએસકે વચ્ચે મૅચ (IPL 2024) થઈ હતી જેમાં સીએસકેએ આરઆરને પાંચ વિકેટે હરાવી પ્લેઑફમાં ક્વોલિફાય થવાના ચાન્સને વધુ મજબૂત બનાવી લીધું હતું. આ મેચમાં ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં થઈ હતી. આ બાદ સુરેશ રૈના અને એમએસ ધોનીની ગ્રાઉન્ડ પર મુલાકાત થઈ હતી.




પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના છેલ્લા બે વર્ષથી આઇપીએલની મેચમાં કોમેન્ટ્રી કરી રહ્યો છે. શનિવારે સીએસકે અને આરઆરની મેચમાં પણ સુરેશ રૈના કોમેન્ટ્રી કરી રહ્યો હતો. આ દરમિયાન શું આ ચેપૉકમાં ધોનીની (IPL 2024) છેલ્લી મેચ હશે?, એવું રૈનાને પુછવામાં આવ્યું હતું. આનો જવાબ આપતા રૈનાએ કહ્યું હતું કે “ચોક્કસ પણે નહીં”. તેમ જ સીએસકેના ઓફિશિયલ X એકાઉન્ટ પર એક પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં લોકોએ ધોનીને મેચ પછી સ્ટેડિયમમાં જ રહેવાની અપીલ કરી હતી. આ પોસ્ટને જોઈને શું આ ધોનીની છેલ્લી મેચ હતી, એવો અંદાજો લોકો લગાવી રહ્યા છે. આ પોસ્ટને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ધોની આજે રિટાયરમેન્ટ જાહેત કરી શકે છે, પણ એવું થયું નહીં.


રાજસ્થાન રૉયલ્સ સામેની મેચ જીત્યા પછી એમએસ ધોની `એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ’ એટલે કે ચેપૉક સ્ટેડિયમમાં (IPL 2024) ફેન્સને મળવા આવ્યો હતો. આ દરમિયાન રૈના પણ ધોનીને મળવા સ્ટેડિયમમાં દોડી આવ્યો હતો. એમએસ ધોનીએ સુરેશ રૈના એકબીજાને જોઈને જ ભેટી પડ્યા હતા અને એકબીજાને ગળે પણ મળ્યા હતા. આ દરમિયાન રૈનાએ ધોનીને ટેનિસ રેકેટ આપ્યું હતું અને તે પછી બંનેએ થોડા સમય સુધી વાતચિત કરી અને પછી રૈના ત્યાંથી ચાલ્યો ગયો. આ બંનેને એકસાથે જોઈને સીએસકેના ચાહકો પણ ઘણા ખુશ થયા હતા. સીએસકેના લોકો ધોનીને ‘થાલા’ અને રૈનાને ‘ચિન્ના થાલા’ એટલે કે નાના ભાઈ કહીને બોલાવે છે.સોશિયલ મીડિયા પર એમએસ ધોની અને સુરેશ રૈનાના વીડિયો વાઇરલ થઈ રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

13 May, 2024 04:09 PM IST | Chennai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK