Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2024 Match 40 DC vs GT: હાઈસ્કોરિંગ જંગમાં ગુજરાતની જબરી લડત બાદ દિલ્હીની જીત

IPL 2024 Match 40 DC vs GT: હાઈસ્કોરિંગ જંગમાં ગુજરાતની જબરી લડત બાદ દિલ્હીની જીત

25 April, 2024 10:10 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

૨૨૫ રનના જવાબમાં ગીલ સેના છેલ્લા બૉલ સુધી સંઘર્ષ કર્યા બાદ માત્ર ચાર રનથી હારી : દિલ્હી સામે સીઝનમાં બન્ને મુકાબલામાં ગુજરાતની હારઃ બન્ને વખતે દિલ્હીનો કૅપ્ટન પંત પ્લેયર ઑફ ધ મૅચ

તસવીર: આઈપીએલ ડૉટ કૉમ

IPL 2024

તસવીર: આઈપીએલ ડૉટ કૉમ


ગિલ આઇપીએલમાં ૧૦૦ મૅચ રમનાર યંગેસ્ટ ભારતીય ખેલાડીઃ મોહિત આઇપીએલનો સૌથી મોંઘો બોલર બની ગયો

આઇપીએલ ૨૦૨૪ (IPL 2024 Match 40 DC vs GT)માં ગઈ કાલે વધુ એક હાઈ-સ્કોરિંગ જંગ જોવા મળ્યો હતો અને છેલ્લા બૉલે ગુજરાત ટાઇટન્સ સામે દિલ્હી કૅપિટલ્સનો રોમાંચક ચાર રનથી વિજય થયો હતો. દિલ્હીએ આપેલા ૨૨૫ રનના ટાર્ગેટ સામે ગુજરાતને જીત માટે છેલ્લી ચાર ઓવરમાં ૭૩ રનની જરૂરત હતી. ૧૭મી ઓવરમાં ૨૪, ૧૮મી ઓવરમાં ૧૨ અને ૧૯મી ઓવરમાં ૧૮ રન બનતા છેલ્લી ઓવરમાં ૧૯ રનની જરૂરત હતી. છેલ્લી ઓવરના પહેલા અને બીજા બૉલે રાશિદ ખાને ફોર ફટકારી હતી. જોકે બોલર મુકેશકુમારે ત્યારબાદ કમબૅક કરીને ત્રીજા અને ચોથા બૉલમાં કોઈ જ રન નહોતો આપ્યો. પણ પાંચમાં બૉલે રાશિદ ખાને સિક્સર ફટકારતા ફરી મૅચમં ટર્ન આવ્યો હતો અને હવે છેલ્લા બૉલે ગુજરાતે જીત માટે પાંચ રનની જરૂરત હતી. ત્યારે સીઝનની પહેલી સુપર ઓવર જોવા મળશે એવી ચાહકો આશા જાગી હતી. પણ મુકેશકુમારના છેલ્લા બૉલમાં કોઈ રન ન બનતા દિલ્હીએ ચાર રનથી થ્રીલર જીત મેળવી ખૂબ જ મહત્વના બે પૉઇન્ટ મેળવી લીધા હતાં.



પંત-અક્ષર જોડી દમદાર


ગુજરાતના કૅપ્ટન ગિલે ટૉસ જીતીને દિલ્હીને પહેલા બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. વોર્નરની ગેરહાજરીમાં નવી ઓપનિંગ જોડી પૃથ્વી શૉ (૭ બૉલમાં બે ફોર સાથે ૧૧ રન) અને જૅક ફ્રેસનર-મૅકર્ગ્ક (૧૪ બૉલમાં બે સિક્સર અને બે ફોર સાથે ૨૩ રન) ૩.૨ ઓવરમાં ૩૫ રનની પાર્ટનરશીપ સાથે આક્રમક શરૂઆત કરી હતી. બન્ને ઓપનરો તથા શૉઈ હૉપ (પાંચ રન)ને સંદીપ વૉરિયરે પેવેલિયન મોકલી આપતા દિલ્હી ઓવરપ્લેમાં જ ૪૪ રનમાં ૩ વિકેટ ગુમાવી બેઠું હતું. ત્યારબાદ કૅપ્ટન રુષભ પંત (૪૩ બૉલમાં ૮ સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૮૮ રન) અને અક્ષર પટેલે (૪૩ બૉલમાં ચાર સિક્સર અને પાંચ ફોર સાથે ૬૬ રન) ચોથી વિકેટ માટે ૧૧૩ રનની પાર્ટનરશીપ સાથે દિલ્હીને ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૨૨૪ રનના જંગી સ્કોર સુધી દોરી ગયા હતાં. ગુજરાત વતી સંદીપ વૉરિયરને ૩ ઓવરમાં ૧૫ રનમાં ૩ વિકેટ સાથે સૌથી અસરકારક સાબિત થયો હતો જોકે ગુજરાતના કૅપ્ટને તેને આશ્યર્ચજનક રીતે ચોથી ઓવર નહોતી આપી. સૌથી અનુભવી મોહિત શર્માએ ચાર ઓવરમાં રેકોર્ડબ્રેડ ૭૩ રનની લહાણી કરી હતી.

મિલર આખરે દમ બતાવ્યો


૨૨૫ રનના મસમોટા ટાર્ગેટ સામે ગુજરાતે બીજી જ ઓવરમાં કૅપ્ટન ગિલ (પાંચ બૉલમાં છ રન)ને ગુમાવી દીધો હતો. વૃ‌દ્ધિમાન સહા (૨૫ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૩૯ રન) તથા સાંઇ સુદર્શને (૩૯ બૉલમાં બે સિક્સર અને સાથ ફોર સાથે ૬૫ રન) ૪૯ બૉલમાં ૮૨ રન જોડીને થોડીક સ્થિરતા આપી હતી. ત્યારબાદ અત્યાર સુધી શાંત રહેલા ડેવિડ મિલરે ૨૩ બૉલમાં ૩ સિક્સર અને ૬ ફોર સાથે ૫૫ રનની આક્રમક ઇનિંગ્સ રમતા ગુજરાતને જીતની આશા જાગી હતી. રાશિદ ખાને ૧૧ બૉલમાં એક સિક્સર અને ૩ ફોર સાથે અણનમ ૨૧ રન સાથે જોર બતાવવા છતાં ગુજરાત માત્ર ચાર રનથી જીતથી દૂર રહી ગયું હતું. દિલ્હી વતી રાસિખ સલામે ૪૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી. જ્યારે કુલદીપ યાદવે ચાર ઓવરમાં માત્ર ૨૯ રન આપ્યા હતાં અને વૃદ્ધિમાન સહા અને રાહુલ તેવટિયાની મહત્વૂપર્ણ વિકેટો લીધી હતી.

જીતમાં ફિ‌લ્ડિંગનો ફાળો મહત્વનો

દિલ્હીની જીતમાં તેમની ‌ફિલ્ડિંગનો ખૂબ મહત્વનો રોલ રહ્યો હતો. અસરકારન ગ્રાઉન્ડ ફીલ્ડિંગ ઉપરાંત રિષત પંતે વિકેટ પાછળ શાહરુખ ખાન અને રાહુલ તેવટિયાનો, સાંઇ સુદર્શનનો અક્ષર પટેલે તથા મૅકર્ગ્કે અઝમ્તુલ્લાહ ઓમરાઝાઈનો અફલાતનુ કૅચ પકડ્યો હતો. સ્ટર્બ્સે ૧૯મી ઓવરના બીજા બૉલે રાશિદ ખાનની સિક્સરને ડ્રાઇવ મારીને એક રનમાં ફેરવી નાખી હતી અને દિલ્હી આખરે ચાર રનથી જ જીત્યું હતું.

પંતે વર્લ્ડ કપમાં દાવો મજબૂત કરી લીધો

પાંચ-છ દિવસોમાં જાહેર થનાર આગામી ટી૨૦ વર્લ્ડ કપ માટેની ટીમમાં રિષભ પંતે ગઈ કાલના અદભૂત પફોર઼્મન્સ સાથે તેની દાવેદારી મજબૂત કરી લીધી છે. અણનમ ૮૮ રનની ઇનિંગ્સ ઉપરાંત પંતે અફલાતુન વિકેટકિપિંગ વડે ચાહકોના દિલ જીતી લીધા હતાં.

દિલ્હી છઠ્ઠુ, ગુજરાત સાતમું

આ જીત સાથે દિલ્હી નવ મૅચમાં ચાર જીત અને ૮ પૉઇન્ટ સાથે છઠ્ઠા નંબરે પહોંચી ગયું હતું જ્યારે ગુજરાત નવમી મૅચમાં પાંચમી હાર સાથે સાતમાં નંબરે સંઘર્ષ કરી રહ્યું છે. 

હવે ટક્કર ક્યારે, કોની સામે?

દિલ્હી હવે શનિવારે દિલ્હીમાં જ મુંબઈ સામે અને ગુજરાત રવિવારે ઘરઆંગણે અમદાવાદમાં બૅન્ગલોર સામે ટકરાશે. 

આઇપીએલનો સૌથી મોંઘો બોલર બન્યો મોહિત શર્મા

ગુજરાતની અનુભવી બોલર મોહિત શર્માએ આ શર્મજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. હંમેશા સૌથી અસરકારક બોલર સાબિત થતા મોહિત શર્માએ ગઈ કાલે ચાર ઓવરમાં એકપણ વિકેટ લીધા વીના ૭૩ રન આપ્યા હતાં અને આઇપીએલમાં કોઈપણ બોલરે એક મૅચમાં આપેલા સૌથી વધુ રન હતાં. આ પહેલાનો મોંઘેરા બોલરનો રેકોર્ડ બસિલ થમ્પીના નામે હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમતા થમ્પીએ ૨૦૧૮માં બૅન્ગલોર સામે ચાર ઓવરમાં ૭૦ રન આપ્યા હતાં. 
મોહિત શર્માએ ગઈ કાલે તેની પહેલીઓવરમાં ૧૨, બીજી ઓવરમાં ૧૬, ત્રીજી ઓવરમાં ૧૪ અને છેલ્લી ઓવરમાં તો રેકોર્ડબ્રેડક ૩૧ રન આપ્યા હતાં. 

આઇપીએલના ટૉપ ફાઇવ મોંઘેરા બોલરો

બોલર ચાર ઓવરમાં આપેલા રન વિરુદ્ધ
મોહિત શર્મા (ગુજરાત) વીના વિકેટે ૭૩ રન દિલ્હી
બસીલ થમ્પી (હૈદરાબાદ) વીના વિકેટે ૭૦ ર૩ બૅન્ગલોર
યશ દયાલ (ગુજરાત) વીના વિકેટે ૬૯ રન કલકત્તા
રીસે ટોપ્લી (બૅન્ગલોર) વીના વિકેટે ૬૮ રન હૈદરબાદ
ઇશાંત શર્મા (હૈદરાબાદ) વીના વિકેટે ૬૬ રન ચેન્નઈ

‘સેન્ચુરિયન’ ગિલ યંગેસ્ટ ભારતીય

ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલની ગઈકાલની મૅચ આઇપીએલમાં તેની લૅન્ડમાર્ક ૧૦૦મી મૅચ હતી. આ સાથે તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ રચી દીધો હતો. આઇપીએલમાં હવે ગિલ (૨૪ વર્ષ ૨૨૯ દિવસ) ૧૦૦ મૅચ રમનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બની ગયો હતો. આ પહેલા વિરાટ કોહલીએ આ કમાલ ૨૫ વર્ષ ૧૮૨ દિવસની ઉમરે ૧૦૦મી મૅચ રમીને ઇતિહાસ રચ્યો હતો. ઑવરઓલ ગિલ ટુર્નામેન્ટનો અફઘાનિસ્તાની રાશિદ ખાન (૨૪ વર્ષ અને ૨૨૧ દિવસ) બાદ સેકન્ડ યંગેસ્ટ ખેલાડી બની ગયો છે.

સૌથી યુવા વયે ૧૦૦ આઇપીએલ મૅચ રમનાર ખેલાડીઓ

ખેલાડી ઉંમર
રાશિદ ખાન ૨૪ વર્ષ ૨૨૧ દિવસ
શુભમન ગિલ ૨૪ વર્ષ ૨૨૯ દિવસ
વિરાટ કોહલી ૨૫ વર્ષ ૧૮૨ દિવસ
સંજુ સૅમસન ૨૫ વર્ષ ૩૩૫ દિવસ
પીયૂષ ચાવલા ૨૬ વર્ષ ૧૦૮ દિવસ

બૉક્સ-૩
આઇપીએલ ૨૦૨૪નું પૉઇન્ટ ટેબલ

ટીમ મૅચ જીત હાર પૉઇન્ટ રનરેટ
રાજસ્થાન ૧૪ ૦.૬૯૮
કલકત્તા ૧૦ ૧.૨૦૬
હૈદરાબાદ ૧૦ ૦.૯૧૪
લખનઉ ૧૦ ૦.૧૪૮
ચેન્નઈ ૦.૪૧૫
દિલ્હી -૦.૩૮૬
ગુજરાત -૦.૯૭૪
મુંબઈ -૦.૨૨૭
પંજાબ -૦.૨૯૨
બૅન્ગલોર -૧.૦૪૬

નંબર ગૅમ

64 - આઇપીએલમાં ૧૦૦ મૅચ રમનાર શુભમન ગિલ આઇપીએલનો ૬૪મો ખેલાડી બન્યો હતો. 

97 - ગઈ કાલે દિલ્હીએ છેલ્લી પાંચ ઓવરમાં બનાવેલા ૯૭ રન આઇપીએલમાં છેલ્લી પાંચ ઓવરમાં કોઈ પણ ટીમે બનાવેલા સેકન્ડ હાઈએસ્ટ રન બની ગયા હતાં. આ મામલે હાઈએસ્ટ ૧૧૨ રન બૅન્ગલોરે ૨૦૧૬માં ગુજરાત લાયન્સ સામે બનાવ્યા છે. જ્યારે થર્ડ હાઈએસ્ટ ૯૬ રનનો રેકોર્ડ મુંબઈના નામે છે. મુંબઈ આ કમાલ બે-બેવાર, ગયા વર્ષે પંજાબે સામે અને આ વર્ષે દિલ્હી સામે બનાવ્યા હતાં. બન્નેવાર તેમણે વાનખેડેમાં જ ફટકાર્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

25 April, 2024 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK