૨૦૨૧માં દિલ્હી સાથે જોડાયા બાદ કુલદીપ યાદવે ફૅન્સનાં દિલ જીતવાની સાથે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન પણ સુનિશ્ચિત કર્યું હતું.
કુલદીપ યાદવ , શાહ રૂખ ખાન
૩૦ વર્ષનો સ્પિનર કુલદીપ યાદવ IPLની વર્તમાન સીઝનમાં દિલ્હી કૅપિટલ્સ માટે પાંચ મૅચમાં ૧૦ વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, પણ તેણે કોલકાતા નાઇટ રાઇડર્સમાં વિતાવેલા સમય માટે અફસોસ વ્યક્ત કર્યો છે. અનઑર્થોડૉક્સ બોલિંગ-સ્ટાઇલને કારણે ‘ચાઇનામૅન’ તરીકે જાણીતા કુલદીપ યાદવે કહ્યું કે ‘કલકત્તા માટે ૨૦૧૬થી ૨૦૨૦ સુધી રમ્યો હતો અને મને આજે પણ મારા એ સમય પર પસ્તાવો થઈ રહ્યો છે. મને એ સમયે માર્ગદર્શનની જરૂર હતી, જે મને મળ્યું નહીં. મને દુઃખ થાય છે કે જો મેં એ સમયે પોતાની બોલિંગ-સ્કિલ પર કામ કર્યું હોત તો આજે હું વધારે પ્રભાવી બોલિંગ કરી શક્યો હોત, પણ હવે પહેલાં જેવી પરિસ્થિતિ નથી. હું મારી સમજથી સ્થિતિને નિયંત્રિત કરી રહ્યો છું.’ ૨૦૨૧માં દિલ્હી સાથે જોડાયા બાદ કુલદીપ યાદવે ફૅન્સનાં દિલ જીતવાની સાથે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન પણ સુનિશ્ચિત કર્યું હતું.