Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 વર્લ્ડ કપની ઇંગ્લૅન્ડની ટીમમાં આર્ચરનું ૧૪ મહિના બાદ કમબૅક

T20 વર્લ્ડ કપની ઇંગ્લૅન્ડની ટીમમાં આર્ચરનું ૧૪ મહિના બાદ કમબૅક

01 May, 2024 06:40 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાન સામેની T20 સિરીઝને કારણે IPL પ્લેઑફ નહીં રમી શકે ઇંગ્લૅન્ડના ક્રિકેટર્સ

જોફ્રા આર્ચર

જોફ્રા આર્ચર


ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમે ૧ જૂનથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ માટે ૧૫  સભ્યોની સ્ક્વૉડ જાહેર કરી છે. જોસ બટલરના નેતૃત્વવાળી આ ટીમમાં ૧૪ મહિના બાદ ઘાતક બોલર જોફ્રા આર્ચર વાપસી કરશે. ૨૯ વર્ષના આ ફાસ્ટ બોલરે છેલ્લે ઇંગ્લૅન્ડ તરફથી માર્ચ ૨૦૨૩માં બંગલાદેશ સામે T20 સિરીઝ રમી હતી. તે જમણા હાથની કોણીમાં સ્ટ્રેસ ફ્રૅક્ચરના કારણે ક્રિકેટના મેદાનથી બહાર હતો. ૨૦૧૦ અને ૨૦૨૨માં T20 વર્લ્ડ કપ જીતનાર ઇંગ્લૅન્ડની ટીમમાં ઑલરાઉન્ડર ટૉમ હાર્ટ્‍લીને પણ સામેલ કરવામાં આવ્યો છે, જેણે હજી સુધી એક પણ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમી નથી. 

જોસ બટલર (રાજસ્થાન રૉયલ્સ), મોઇન અલી (ચેન્નઈ સુપર કિંગ્સ), જૉની બેરસ્ટો (પંજાબ કિંગ્સ), સૅમ કરૅન (પંજાબ કિંગ્સ), લિઆમ લિવિંગસ્ટન (રાજસ્થાન રૉયલ્સ), ફિલ સૉલ્ટ (કોલકાતા નાઇટ રાઇડર્સ), વિલ જૅક્સ અને રીસ ટૉપ્લી (બન્ને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ) બાવીસમી મેથી પાકિસ્તાન સામેની T20 સિરીઝ પહેલાં IPL છોડી સ્વદેશ પરત ફરશે. પાકિસ્તાન સામે શરૂ થનારી ચાર મૅચની T20 સિરીઝને કારણે ઇંગ્લૅન્ડના ખેલાડીઓ ૨૧  મેથી શરૂ થનારા IPL પ્લેઑફમાં નહીં રમી શકશે. ૩૧ મેના રોજ ઇંગ્લૅન્ડની ટીમ T20 વર્લ્ડ કપ માટે રવાના થશે. 



ઇંગ્લૅન્ડની ટીમ : જોસ બટલર (કૅપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જૉની બેરસ્ટો, હેરી બ્રુક, સૅમ કરૅન, બેન ડકેટ, ટૉમ હાર્ટ્‍લી, વિલ જૅક્સ, ક્રિસ જૉર્ડન, લિઆમ લિવિંગસ્ટન, આદિલ રાશિદ, ફિલ સૉલ્ટ, રીસ ટૉપ્લી અને માર્ક વુડ.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 06:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK