કૅરિબિયન પ્રીમિયર લીગમાં ઇમરાન તાહિરે 17 રનમાં 5 વિકેટ લઈને રેકૉર્ડ બનાવ્યો. 47 વર્ષ 166 દિવસની ઉંમરે પાંચ વિકેટ લેનાર તે T20 ક્રિકેટનો સૌથી મોટી ઉંમરનો બોલર બન્યો અને 600 વિકેટથી 11 દૂર છે.
ઇમરાન તાહિર
સાઉથ આફ્રિકન ટીમના ભૂતપૂર્વ સ્ટાર સ્પિનર ઈમરાન તાહિરે કૅરિબિયન પ્રીમિયર લીગમાં તરખાટ મચાવીને મોટો રેકૉર્ડ પોતાને નામે કર્યો છે. હવે ઇમરાન તાહિર ૬૦૦ T20 વિકેટના સીમાચિહ્નથી માત્ર ૧૧ વિકેટ દૂર છે.
બુધવારે મોડી રાતે ગયાના ઍમૅઝૉન વૉરિયર્સ માટે ઇમરાન તાહિરે ૧૭ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. કૅરિબિયન પ્રીમિયર લીગમાં પોતાના બેસ્ટ પ્રદર્શન સાથે ઇમરાન તાહિરે T20 ક્રિકેટમાં છઠ્ઠી વખત પાંચ વિકેટ લીધી હતી.
ઇમરાન તાહિરે T20 ક્રિકેટમાં સૌથી મોટી ૪૭ વર્ષ ૧૬૬ દિવસની ઉંમરે પાંચ વિકેટ લેવાનો રેકૉર્ડ તોડ્યો છે. અગાઉ ૨૦૨૨માં ન્યુ ઝીલૅન્ડના એક ડોમેસ્ટિક ક્રિકેટર ટોમાકનુતે રિતાવાએ ૪૬ વર્ષ ૨૯૯ દિવસની ઉંમરે આ કમાલ કરી હતી.
