Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Bandra Fair 2026: ૧૩થી ૨૦ સપ્ટેમ્બર સુધી બેસ્ટ ૨૩૬ વધારાની બસો દોડાવશે: કયા રૂટ પર કેટલી એકસ્ટ્રા બસ જાણો અહીં

Bandra Fair 2026: ૧૩થી ૨૦ સપ્ટેમ્બર સુધી બેસ્ટ ૨૩૬ વધારાની બસો દોડાવશે: કયા રૂટ પર કેટલી એકસ્ટ્રા બસ જાણો અહીં

Published : 11 September, 2026 11:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bandra Fair 2026: ૧૩થી ૨૦મી સપ્ટેમ્બરે બાંદ્રા વેસ્ટ રેલવે સ્ટેશન અને હિલ રોડ ગાર્ડન વચ્ચે બેસ્ટ દ્વારા એડિશનલ બસો ચલાવવામાં આવનાર છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


Bandra Fair 2026:  મુંબઈમાં દર વર્ષે `માઉન્ટ મેરી જાતરા` તરીકે પ્રસિદ્ધ બાંદ્રા ફૅરનું આયોજન થતું હોય છે. આ વર્ષે પણ ગણતરીના દિવસોમાં તે યોજાનાર છે ત્યારે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ (બેસ્ટ) દ્વારા બાંદ્રા ફૅર 2026 દરમિયાન એડિશનલ બસોની જાહેરાત કરી છે. ૧૩થી ૨૦મી સપ્ટેમ્બરે બાંદ્રા વેસ્ટ રેલવે સ્ટેશન અને હિલ રોડ ગાર્ડન વચ્ચે બેસ્ટ દ્વારા એડિશનલ બસો ચલાવવામાં આવનાર છે. માઉન્ટ મેરી ચર્ચ અને પાસેના ફાધર એગ્નેલ આશ્રમ પરિસરમાં મુલાકાતીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને ભીડ ન થાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

આજે શુક્રવારે ૧૧મી સપ્ટેમ્બરના રોજ બેસ્ટ પબ્લિક રિલેશન્સ ઓફિસર સુનીલ વૈદ્ય દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ નોટ અનુસાર બેસ્ટ સમગ્ર સપ્તાહ દરમિયાન કુલ ૨૩૬ વધારાની બસો ચલાવશે.



બાંદ્રા ફૅર (Bandra Fair 2026) તરફ જવા માટે લોકલ ટ્રેન મારફતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ બાંદ્રા વેસ્ટ સ્ટેશન પર આવતા હોય છે. માઉન્ટ મેરી ચર્ચ અને ફાધર એગ્નેલ આશ્રમની આસપાસ લોકોનો ધસારો થતો હોય છે. બસો ચર્ચ સુધી જતી નથી. તેના બદલે એડિશનલ બસો બાંદ્રા રેલવે સ્ટેશન (પશ્ચિમ) અને હિલ રોડ ગાર્ડન વચ્ચે ચલાવવામાં આવશે. પછી અહીંથી મુલાકાતીઓએ ચર્ચ સુધી ચાલીને જવું પડશે. 


બેસ્ટ દ્વારા બાંદ્રા ફૅર ૨૦૨૬ (Bandra Fair 2026) દરમિયાન બાંદ્રા વેસ્ટ સ્ટેશન અને અન્ય મુખ્ય સ્થળોએ બસ ઇન્સ્પેકટરો અને ટ્રાફિક અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓ મુલાકાતીઓને ગાઈડ કરશે. બેસ્ટ દ્વારા બાંદ્રા ફૅરની મુલાકાતે આવનારને આ એડિશનલ બસોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

૧૩ અને ૧૯ સપ્ટેમ્બરના રોજ એકસ્ટ્રા બસો


૧૩ અને ૧૯ સપ્ટેમ્બરના રોજ બેસ્ટ પાંચ રૂટ પર સવારે ૧૦ અને સાંજે ૧૦ વધારાની બસો દોડાવશે.

કયા રૂટ પર કેટલી એકસ્ટ્રા બસ

રૂટ એ-202: જી. આર. ડી. ડેપોથી માહિમ બસ સ્ટેશન અને ગોરાઈ ડેપો વચ્ચે બે-બે બસો.
રૂટ 321 લિમિટેડઃ વી. કે. ડી. ડેપોથી માહિમ બસ સ્ટેશન અને બર્વે નગર વચ્ચે બે-બે બસો.
રૂટ એ-375: એસ. એન. જી. ડેપોથી બાંદ્રા પશ્ચિમ બસ સ્ટેશન પશ્ચિમ અને શિવાજી નગર ડેપો વચ્ચે બે-બે બસો.
રૂટ એ-422: વીકેડી ડેપોથી બાંદ્રા વેસ્ટ બસ સ્ટેશન વેસ્ટ અને વિક્રોલી ડેપો વચ્ચે બે-બે બસો.
રૂટ એ-સી 71: ડીએચડી ડેપોથી ધારાવી ડેપો અને મીરા રોડ સ્ટેશન (પૂર્વ) વચ્ચે બે-બે બસો.

૧૪, ૧૫ અને ૧૭ સપ્ટેમ્બરના રોજ એકસ્ટ્રા બસો

૧૪, ૧૫ અને ૧૭ સપ્ટેમ્બરના રોજ બેસ્ટ ચાર રૂટ પર સવારે છ અને સાંજે છ એડિશનલ બસો (Bandra Fair 2026) દોડાવશે.

કયા રૂટ પર કેટલી એકસ્ટ્રા બસ

રૂટ એ-202: જી. આર. ડી. ડેપોથી માહિમ બસ સ્ટેશન અને ગોરાઈ ડેપો વચ્ચે બે-બે બસો.
રૂટ 321 લિમિટેડઃ વી. કે. ડી. ડેપોથી માહિમ બસ સ્ટેશન અને બર્વે નગર વચ્ચે એક-એક બસ.
રૂટ એ-375: એસ. એન. જી. ડેપોથી બાંદ્રા વેસ્ટ બસ સ્ટેશન અને શિવાજી નગર ડેપો વચ્ચે એક-એક બસ.
રૂટ એ-સી 71: ડીએચડી ડેપોથી ધારાવી ડેપો અને મીરા રોડ ઇસ્ટ સ્ટેશન વચ્ચે બે-બે બસો.

Whatsapp-channel Whatsapp-channel

11 September, 2026 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK