Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > KKR vs MI : મેં અર્જુનને પહેલી જ વાર મૅચમાં રમતો જોયો : સચિન

KKR vs MI : મેં અર્જુનને પહેલી જ વાર મૅચમાં રમતો જોયો : સચિન

18 April, 2023 11:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેન્ડુલકર સિનિયરે કહ્યું, ‘મને જોઈને અર્જુનની રમતી વખતે એકાગ્રતા ન તૂટે એ માટે હું ડ્રેસિંગરૂમમાં બેઠો હતો’

સચિન તેન્ડુલકર અને અર્જુન તેન્ડુલકર

IPL 2023

સચિન તેન્ડુલકર અને અર્જુન તેન્ડુલકર


૨૩ વર્ષનો લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્જુન તેન્ડુલકર રવિવારે પહેલી વાર મુંબઈ ઇન્ડિયન્સ વતી રમ્યો એ સાથે આઇપીએલના એક જ ફ્રૅન્ચાઇઝી વતી પિતા-પુત્ર રમ્યા હોવાનો પહેલો કિસ્સો નોંધાયો એની ખુશી વ્યક્ત કરતાં સચિન તેન્ડુલકરે આઇપીએલના ટ્વિટર-હૅન્ડલ પર પોસ્ટ કરાયેલા વિડિયોમાં પોતાનો અનુભવ વ્યક્ત કર્યો છે. અર્જુનને કલકત્તા સામેની આ મૅચમાં સૌથી પહેલી ઓવર મળી હતી. તેને કુલ બે ઓવર મળી હતી, જેમાં ૧૭ રનમાં તેને વિકેટ નહોતી મળી, પરંતુ તેણે બૅટર્સને બે વખત બીટ જરૂર કર્યા હતા.

માસ્ટર બ્લાસ્ટર તરીકે જાણીતા સચિને વિડિયોમાં કહ્યું કે ‘મને નવો જ અનુભવ થયો, કારણ કે રવિવાર પહેલાં મેં અર્જુનને ક્યારેય કોઈ સ્પર્ધાત્મક મૅચમાં રમતો જોયો નહોતો. હું તેની મૅચ જોવા જતો નથી, કારણ કે હું નથી ઇચ્છતો કે મારી હાજરીથી તેની એકાગ્રતા તૂટે અને તેના પર્ફોર્મન્સ પર એની વિપરીત અસર થાય. મેં તેને કોણ પણ પ્રકારના પ્રેશર વિના તેની રીતે રમવાની છૂટ આપી છે. રવિવારે વાનખેડેમાં મેં ડ્રેસિંગરૂમમાં બેસીને મૅચ જોઈ એની પાછળનો મારો આશય એ હતો કે જો હું ડગઆઉટમાં કે કોઈ સ્ટૅન્ડમાં બેસું તો મેગા સ્ક્રીન પર મને જોઈને અર્જુનની મૅચ પરની એકાગ્રતા તૂટી શકે અને એ હેતુથી જ હું ડ્રેસિંગરૂમમાં અંદર બેઠો હતો.’



આ પણ વાંચો : KKR vs MI : આઇપીએલમાં સચિન-અર્જુનનો વિક્રમ


સચિન ૨૦૦૮થી ૨૦૧૩ સુધી મુંબઈ ઇન્ડિયન્સ વતી રમ્યો હતો, જેમાં તેણે ૨૩૩૪ રન બનાવ્યા હતા. તેણે મુંબઈ ઇન્ડિયન્સની જે ૫૧ મૅચમાં કૅપ્ટન્સી સંભાળી હતી એમાંથી ૩૦ મૅચમાં મુંબઈની જીત અને ૨૧માં હાર થઈ હતી. સચિને વિડિયોમાં કહ્યું કે ‘મારા માટે ૨૦૦૮નું વર્ષ આઇપીએલમાં પહેલી સીઝન હતી અને અર્જુન માટે એ અવસર ૨૦૨૩માં (મારા ડેબ્યુ પછીનાં ૧૬ વર્ષ બાદ) આવ્યો છે અને તે એ જ ટીમ (મુંબઈ ઇન્ડિયન્સ) વતી રમી રહ્યો છે. નૉટ બૅડ.’

હૈદરાબાદમાં આજે મુંબઈની મૅચ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાશે.


અર્જુન, તું હાર્ડ વર્ક કરજે અને ક્રિકેટનું આમ જ માન જાળવતો રહેજે : સચિન

બૅટિંગ-લેજન્ડ સચિન તેન્ડુલકરે મુંબઈ ઇન્ડિયન્સ વતી રવિવારે ડેબ્યુ કરનાર પુત્ર અર્જુનને એક ટ્વીટ દ્વારા ઘણી મીઠી સલાહ આપી છે. સચિને ટ્વીટમાં લખ્યું છે, ‘અર્જુન, તેં આજે (રવિવારે) ક્રિકેટર તરીકેની તારી સફરમાં વધુ એક મહત્ત્વનું ડગલું ભર્યું છે. તારા પિતા તરીકે હું તને ખૂબ પ્રેમ કરું છું. આ મહાન રમત વિશે હું ખૂબ જોશીલો તો છું જ, ખૂબ ભાવુક પણ છું. હું જાણું છું કે તું આ રમતને આપવું જોઈએ એટલું માન આપે છે અને આપતો જ રહીશ એટલે આ રમતનો પણ તને વળતો પ્રેમ મળવાનો છે. આ લેવલ સુધી પહોંચવા તેં ઘણી મહેનત કરી છે અને મને ખાતરી છે કે તું હાર્ડ વર્ક કરતો રહીશ. ક્રિકેટની તારી સુંદર સફરની આ શરૂઆત છે. ઑલ ધ બેસ્ટ!’

Whatsapp-channel Whatsapp-channel

18 April, 2023 11:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK