ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં કૃણાલ પંડ્યા ૪૯ રન બનાવીને રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર જતો રહ્યો હતો
ફાઇલ તસવીર
ઇન્ડિયન પ્રીમિયર લીગ – આઇપીએલ (Indian Premiere League - IPL)માં ગઈ કાલે રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants)ની ટીમે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ને પાંચ રનથી હરાવી હતી. આ મેચમાં એક એવી ઘટના બની છે જેણે વિવાદ ઉભો કર્યો છે. લખનઉનો કેપ્ટન કૃણાલ પંડ્યા (Krunal Pandya) મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી આઈપીએલ મેચમાં રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો. તેના પર સોશ્યલ મીડિયા યુર્ઝસ ભડકી ગયા છે. જેનો રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin)એ જડબાતોડ જવાબ આપ્યો છે.
કૃણાલ પંડ્યા જ્યારે રિટાયર્ડ હર્ટ થયો ત્યારે તે સમયે ૪૯ રને અણનમ હતો અને તેની અડધી સદીથી માત્ર એક જ રન દૂર હતો. કૃણાલ પંડ્યાએ અચાનક જ મેદાન છોડ્યા બાદ ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને આશ્ચર્ય થયું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો – LSG vs MI: લખનઉની બૅટિંગનો આરંભ ખરાબ, અંત દમામદાર : સ્ટૉઇનિસના અણનમ ૮૯ રન
ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને સોશિયલ મીડિયા પર એક ટ્વિટ કર્યું છે. ટ્વિટર પર પોતાના ટ્વિટમાં રવિચંદ્રન અશ્વિને લખ્યું, `રિટાયર્ડ આઉટ?`
Retired out? #LSGvsMI #KrunalPandya
— Ashwin ?? (@ashwinravi99) May 16, 2023
ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના આ ટ્વિટ પછી એક વ્યક્તિએ લખ્યું, `આ ફાઉલ છે`, અશ્વિને તે વ્યક્તિને જવાબ આપ્યો અને લખ્યું, `નિયમો તમને આ કરવાની પરવાનગી આપે છે, તેમાં કોઈ ફાઉલ નથી.`
The rules permit you to do it! There is no cheating
— Ashwin ?? (@ashwinravi99) May 16, 2023
કૃણાલ પંડ્યાને લખનઉ સુપર જાયન્ટ્સની ઈનિંગની ૧૬ ઓવર પૂરી થયા બાદ રન બનાવવામાં મુશ્કેલી થઈ રહી હતી. આવી સ્થિતિમાં તે મેદાન છોડીને પેવેલિયન પરત ફર્યો હતો. ફેન્સને લાગ્યું કે, કૃણાલ પંડ્યાએ ચિટિંગ કરી. જોકે મેચ પછી કૃણાલ પંડ્યાએ જણાવ્યું હતું કે તેના સ્નુઓ ખેંચાઈ રહ્યાં હતા અને તેને તકલીફ થઈ રહી હતી એટલે તેણે રિટાયર્ડ હર્ટનો વિકલ્પ પસંદ કર્યો હતો.
આ પણ વાંચો – લોકો કહેતા કે હું બૉલને ટર્ન નથી કરતો: કૃણાલ
તમને જણાવી દઈએ કે, રિટાયર્ડ હર્ટ ત્યારે માનવામાં આવે છે જ્યારે બેટ્સમેનને ઈજા થઈ હોય અથવા તે બીમાર થઈ ગયો હોય તો તે મેદાનની બહાર જઈ શકે છે અને થોડા સમય પછી બેટિંગમાં પરત આવી શકે છે. રિટાયર્ડ હર્ટ લેવાનો અર્થ એ છે કે ખેલાડી તેના કેપ્ટનની મરજીથી પેવેલિયન પરત ફરે છે. આવી સ્થિતિમાં તે ફરીથી બેટિંગ કરવા નહીં આવી શકે.


