બૅન્ગલોર ટીમે તેમના ટ્વિન્ટર હૅન્ડલ પણ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું
તસવીર: એએફપી
યુવા ઓપનર દેવદત્ત પડિક્કલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે હજી રાહતનો શ્વાસ લીધો હતો ત્યાં ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ડૅનિયલ સૅમ્સનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.
બૅન્ગલોર ટીમે તેમના ટ્વિન્ટર હૅન્ડલ પણ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘૨૮ વર્ષના ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ડૅનિયલ સૅમ્સ ત્રીજી એપ્રિલે ભારત આવ્યો ત્યારે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ હતો, પણ ગઈ કાલે સેકન્ડ ટેસ્ટમાં તે પૉઝિટિવ જણાયો હતો. સૅમ્સ અત્યારે આઇસોલેટ થઈ ગયો છે અને મૅડિકલ ટીમ તેની સતત દેખરેખ રાખી રહી છે.