ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ આવતી કાલે ૧૪મી સીઝનની પહેલી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામે ટકરાશે
કીરોન પોલાર્ડ
ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ આવતી કાલે ૧૪મી સીઝનની પહેલી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામે ટકરાશે. આ ટક્કર પહેલાં ટીમનો જાયન્ટ ઑલરાઉન્ડર કીરોન પોલાર્ડ તેનો સાત દિવસનો ક્વૉરન્ટીન પિરિયડ સમાપ્ત કરીને ટીમ સાથે જોડાઈ ગયો હતો. ચેન્નઈમાં મુંબઈ કૅમ્પમાં પોલાર્ડ ક્યાંય નજરે ન પડતાં સોશ્યલ મીડિયામાં એવી ચર્ચા થવા લાગી હતી કે ટુર્નામેન્ટમાં મોડેથી સામેલ થશે.