નાગપુર ઍરપોર્ટ પર ફૅન્સ દ્વારા શાનદાર સ્વાગત મેળવનાર આ ક્રિકેટર્સે ગઈ કાલથી જ વન-ડે સિરીઝની તૈયારી શરૂ કરી દીધી છે.
રિષભ પંત અને વિરાટ કોહલી, રોહિત શર્મા
ઇંગ્લૅન્ડ સામે T20 સિરીઝ જીત્યા બાદ હવે ભારતીય ટીમ છઠ્ઠી ફેબ્રુઆરીથી ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમશે. પહેલી વન-ડે મૅચ પહેલાં કૅપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, કે. એલ. રાહુલ, શ્રેયર ઐયર, યશસ્વી જાયસવાલ અને વાઇસ-કૅપ્ટન શુભમન ગિલ સહિતના પ્લેયર્સ બીજી ફેબ્રુઆરીની રાતે નાગપુર પહોંચ્યા હતા. નાગપુર ઍરપોર્ટ પર ફૅન્સ દ્વારા શાનદાર સ્વાગત મેળવનાર આ ક્રિકેટર્સે ગઈ કાલથી જ વન-ડે સિરીઝની તૈયારી શરૂ કરી દીધી છે.
T20 સિરીઝના ભાગ રહેલા મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા આ પ્રૅક્ટિસમાં ટૂંક સમયમાં જોડાશે. ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં આ વન-ડે સિરીઝ ભારતીય ટીમ માટે મહત્ત્વની સાબિત થશે.

