ભારતીય વિમેન્સ ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ રોહિતને તેણે તાજેતરમાં અપનાવેલા નવા શોખ વિશે વાત કરવા કહ્યું.
BCCIના વાર્ષિક અવૉર્ડ સમારોહમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સ્મૃતિ માન્ધના અને જેમિમા રૉડ્રિગ્સ વચ્ચે એક રોમાંચક સેશન યોજાયું હતું
BCCIના વાર્ષિક અવૉર્ડ સમારોહમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સ્મૃતિ માન્ધના અને જેમિમા રૉડ્રિગ્સ વચ્ચે એક રોમાંચક સેશન યોજાયું હતું જેમાં તેમણે એકબીજાને સવાલ-જવાબ કરીને સમારોહનો માહોલ હળવો કર્યો હતો. આ દરમ્યાન ભારતીય કૅપ્ટન રોહિત શર્માની હાજરીમાં તેની ભૂલવાની આદત પર મજાક-મશ્કરી કરવામાં આવી હતી.
ભારતીય વિમેન્સ ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ રોહિતને તેણે તાજેતરમાં અપનાવેલા નવા શોખ વિશે વાત કરવા કહ્યું. જવાબ આપતાં રોહિતે કહ્યું હતું કે ‘મને ખબર નથી. સાથી પ્લેયર્સ મને ભૂલી જવા વિશે ચીડવે છે. દેખીતી રીતે એ કોઈ શોખ નથી, પરંતુ તેઓ મને એના વિશે ચીડવે છે કે હું મારું પાકીટ, મારો પાસપોર્ટ ભૂલી જાઉં છું જે બિલકુલ સાચું નથી. આ થોડા દાયકા પહેલાં થયું હતું.’
ADVERTISEMENT
આ પછી માન્ધનાએ બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે ‘તમે અત્યાર સુધીની સૌથી મોટી વાત કઈ ભૂલી ગયા છો?’ એનો જવાબ આપતાં રોહિતે કહ્યું હતું કે ‘હું એ ન કહી શકું. આ સમારોહ લાઇવ આવી રહ્યો છે, મારી પત્ની જોતી હશે અને હું એ કહી શકતો નથી.’
આ દરમ્યાન ટીમના તેના યંગ સાથી પ્લેયર હસતા જોવા મળ્યા હતા.

