સંજુ સૅમસન સહિત અન્ય પ્લેયર્સ પોતપોતાનાં શહેરોથી દુબઈ પહોંચ્યા છે. અહેવાલ અનુસાર આજે સાંજે દુબઈમાં ભારતીય પ્લેયર્સ પ્રૅક્ટિસ શરૂ કરશે.
T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા
T20 એશિયા કપ 2025 માટે ભારતીય ટીમનો કોચિંગ-સ્ટાફ અને પ્લેયર્સ દુબઈ પહોંચી રહ્યા છે. ગઈ કાલે T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને હેડ કોચ ગૌતમ ગંભીર ઍરપોર્ટથી દુબઈ માટે રવાના થતા જોવા મળ્યા હતા. સંજુ સૅમસન સહિત અન્ય પ્લેયર્સ પોતપોતાનાં શહેરોથી દુબઈ પહોંચ્યા છે. અહેવાલ અનુસાર આજે સાંજે દુબઈમાં ભારતીય પ્લેયર્સ પ્રૅક્ટિસ શરૂ કરશે.


