પહેલી વાર ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ રમશે રોહિત શર્મા અને વિરાટ કોહલી : આજે બપોરે ૨.૩૦ વાગ્યાથી શરૂ થશે પહેલી વન-ડે : કે.એલ. રાહુલ કે રિષભ પંત, કોણ બનશે લૉન્ગ ટર્મ વન-ડે વિકેટકીપર-બૅટર?
પ્રૅક્ટિસ સેશન દરમ્યાન વિરાટ કોહલીની કોઈ વાત પર ખડખડાટ હસી રહેલો ભારતનો હેડ કોચ ગૌતમ ગંભીર. બન્ને વચ્ચે ખટરાગ છે એ હવે કોઈ કહી ન શકે.
હેડ કોચ ગૌતમ ગંભીરની આગેવાની હેઠળના ભારતીય ટીમ-મૅનેજમેન્ટ પાસે આજથી શ્રીલંકા સામે શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં કે.એલ. રાહુલ અને રિષભ પંત વચ્ચે વન-ડે ક્રિકેટમાં ભારતનો લાંબા સમય સુધી
વિકેટકીપર-બૅટર કોણ હશે એ નક્કી કરવાની તક હશે. આ સિરીઝમાં ફૅન્સની નજર કૅપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બૅટ્સમૅન વિરાટ કોહલી પર રહેશે જેઓ T20 વર્લ્ડ કપમાં જીત બાદ પ્રથમ વાર મેદાન પર ઊતરશે.
ADVERTISEMENT
ભારતીય ટીમ-મૅનેજમેન્ટ યોગ્ય ટીમ-કૉમ્બિનેશન તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, કારણ કે આ સીઝનમાં ચૅમ્પિયન્સ ટ્રોફી સહિત વન-ડે ક્રિકેટની કેટલીક મહત્ત્વપૂર્ણ ઇવેન્ટ રમાવાની છે. રિષભ પંત ઈજામાંથી પરત ફર્યો એ પહેલાં કે.એલ. રાહુલે વિકેટકીપર-બૅટ્સમૅનની ભૂમિકા સારી રીતે નિભાવી હતી. તેણે વિકેટની આગળ અને વિકેટની પાછળ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ હવે જ્યારે પંતની વાપસી થઈ છે ત્યારે એ જોવાનું રસપ્રદ રહેશે કે ગૌતમ ગંભીર આ સિરીઝમાં કોને તક આપશે.
કે.એલ. રાહુલ અને રિષભ પંત વચ્ચે પસંદગી કરવી મુશ્કેલ છે. બન્ને પોતપોતાની રીતે મૅચ-વિનર છે. : કૅપ્ટન રોહિત શર્મા
જો ગંભીર અને કૅપ્ટન રોહિત આ બન્ને બેટ્સમેનને પ્લેઇંગ ઇલેવનમાં જાળવી રાખવાનું નક્કી કરે છે તો તેમણે ૫૦ ઓવરની ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા શ્રેયસ ઐયરને ટીમમાં કેવી રીતે ફિટ કરવો એ વિશે વિચારવું પડશે. આ રીતે જોવામાં આવે તો ભારતીય બૅટિંગ ક્રમમાં બે સ્થાન માટે રાહુલ, પંત અને ઐયર વચ્ચે રસાકસી જોવા મળશે. આજે કોલંબોમાં જો ભારતીય ટીમ વિજયી શરૂઆત કરશે તો શ્રીલંકા સામે એ ૧૦૦મી વન-ડે જીત હશે.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
મૅચ |
૧૬૮ |
ભારતની જીત |
૯૯ |
શ્રીલંકાની જીત |
૫૭ |
ટાઇ |
૦૧ |
નો-રિઝલ્ટ |
૧૧ |

