કાનપુર ટેસ્ટ પહેલાં ગ્રીન પાર્કના પિચ ક્યુરેટર કહે છે...એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘આ પિચ પર દરેક માટે કંઈક હશે. પ્રથમ બે સેશનમાં બાઉન્સ જોવા મળશે અને પિચ પહેલા બે દિવસમાં બૅટિંગ માટે ખૂબ જ સારી રહેશે
પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન પિચનું નિરીક્ષણ કરતા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને કૅપ્ટન રોહિત શર્મા.
કાનપુર ટેસ્ટ પહેલાં ગઈ કાલે ગ્રીન પાર્કના પિચ ક્યુરેટર શિવ કુમારે પાંચ દિવસ દરમ્યાન પિચ કેવી રહેશે એનો ખુલાસો કર્યો હતો. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘આ પિચ પર દરેક માટે કંઈક હશે. પ્રથમ બે સેશનમાં બાઉન્સ જોવા મળશે અને પિચ પહેલા બે દિવસમાં બૅટિંગ માટે ખૂબ જ સારી રહેશે, જ્યારે છેલ્લા ત્રણ દિવસ સ્પિનરોને મદદરૂપ રહેશે.’