Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IND vs BAN: કાનપુર ટેસ્ટ માટે ભારત-બંગલાદેશ ટીમનું પ્રૅક્ટિસ-સેશન શરૂ થયું

IND vs BAN: કાનપુર ટેસ્ટ માટે ભારત-બંગલાદેશ ટીમનું પ્રૅક્ટિસ-સેશન શરૂ થયું

Published : 26 September, 2024 09:29 AM | Modified : 26 September, 2024 09:55 AM | IST | Kanpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારત અને બંગલાદેશ વચ્ચેની ટેસ્ટ-સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ-મૅચ ૨૭ સપ્ટેમ્બરથી પહેલી ઑક્ટોબર વચ્ચે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. મંગળવારે કાનપુર પહોંચેલી બન્ને ટીમોએ ગઈ કાલે પ્રૅક્ટિસ-સેશનમાં જીતની તૈયારી શરૂ કરી હતી.

રોહિત શર્મા, વિરાટ કોહલી

રોહિત શર્મા, વિરાટ કોહલી


ભારત અને બંગલાદેશ વચ્ચેની ટેસ્ટ-સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ-મૅચ ૨૭ સપ્ટેમ્બરથી પહેલી ઑક્ટોબર વચ્ચે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. મંગળવારે કાનપુર પહોંચેલી બન્ને ટીમોએ ગઈ કાલે પ્રૅક્ટિસ-સેશનમાં જીતની તૈયારી શરૂ કરી હતી. ભારતીય ખેલાડીઓ પહેલાં (IND vs BAN) બંગલાદેશની ટીમે લગભગ ત્રણ કલાક પ્રૅક્ટિસ કરી હતી. પહેલી ટેસ્ટ જીતીને આત્મવિશ્વાસથી ભરેલી રોહિત ઍન્ડ કંપનીએ પણ મસ્તી-મજાક સાથે પ્રૅક્ટિસ-સેશનમાં પરસેવો પાડ્યો હતો. 

કૅપ્ટન રોહિત શર્મા, હેડ કોચ ગૌતમ ગંભીર અને સહાયક કોચ અભિષેક નાયરે પિચનું નિરીક્ષણ પણ કર્યું હતું. વિરાટ કોહલી સહિતના ખેલાડીઓ બૅટિંગ-પ્રૅક્ટિસ અને રવીન્દ્ર જાડેજા સાથે રવિચન્દ્રન અશ્વિન બોલિંગ-પ્રૅક્ટિસ કરતા જોવા મળ્યા હતા. IPL દરમ્યાન ભલે ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીના સંબંધોમાં ખટાશ જોવા મળી, પણ ભારતીય ટીમ સાથે કામ કરવા દરમ્યાન બન્ને વચ્ચે ખૂબ જ સારી કેમિસ્ટ્રી જોવા મળી રહી છે.


બીજી મૅચ દરમ્યાન દુર્ઘટનાનું જોખમ છે? 



IND vs BAN: ઉત્તર પ્રદેશ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)એ બીજી ટેસ્ટ પહેલાં ગ્રીન પાર્ક સ્ટેડિયમના સ્ટૅન્ડ-Cને ખતરનાક ગણાવ્યું હતું. સ્ટ્રક્ચર મૅચ દરમ્યાન સ્ટૅન્ડની સંપૂર્ણ ક્ષમતાનો ભાર ઉઠાવી શકશે નહીં અને નીચે આવી શકે છે. આ સ્ટૅન્ડની કુલ ૪૮૦૦માંથી ૧૭૦૦ સીટની જ ટિકિટ વેચવામાં આવશે. PWDએ ઉત્તર પ્રદેશ ક્રિકેટ અસોસિએશન (UPCA)ને આ સ્ટૅન્ડ બંધ રાખવાની ચેતવણી આપી છે. આ સ્ટૅન્ડ પર લગભગ છ કલાક વિતાવ્યા બાદ એક એન્જિનિયરે કહ્યું હતું કે ‘જો રિષભ પંત સિક્સર મારે અને ફૅન્સ કૂદવાનું શરૂ કરે તો આ સ્ટૅન્ડ ૫૦ ફૅન્સનું વજન પણ ઉપાડી શકશે નહીં. સ્ટેડિયમના આ ભાગને સમારકામની સખત જરૂર છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 September, 2024 09:55 AM IST | Kanpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK