ટૂર પહેલાં ભારતીય ટીમની ઑફ સ્પિનર શ્રેયંકા પાટીલ અને લેગ-સ્પિનર પ્રિયા મિશ્રા બહાર થઈ છે. બન્ને ઇન્જર્ડ પ્લેયર્સની આ ટૂર પર ભાગીદારી ફિટનેસ ક્લિયરન્સ પર આધારિત હતી.
પ્રિયા મિશ્રા, શ્રેયંકા પાટીલ
સ્પિનર રાધા યાદવના નેતૃત્વમાં ઇન્ડિયા-A વિમેન્સ ટીમ ઑગસ્ટમાં મલ્ટિ-ફૉર્મેટ સિરીઝ રમવા માટે ઑસ્ટ્રેલિયા જશે. આ ટૂર પહેલાં ભારતીય ટીમની ઑફ સ્પિનર શ્રેયંકા પાટીલ અને લેગ-સ્પિનર પ્રિયા મિશ્રા બહાર થઈ છે. બન્ને ઇન્જર્ડ પ્લેયર્સની આ ટૂર પર ભાગીદારી ફિટનેસ ક્લિયરન્સ પર આધારિત હતી.
પરંતુ બન્ને પ્લેયર્સ હાલમાં બૅન્ગલોરમાં સેન્ટર ઑફ એક્સલન્સ ખાતે BCCI મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે અને હાલમાં તેમના વાપસી પ્રોટોકૉલનું પાલન કરી રહી છે. શ્રેયંકા T20 જ્યારે પ્રિયા વન-ડે અને ટેસ્ટ સ્ક્વૉડમાં સામેલ હતી. રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં વિકેટકીપર-બૅટર યાસ્તિકા ભાટિયાને વન-ડે સ્ક્વૉડમાં, જ્યારે ફાસ્ટ બોલર ધારા ગુર્જર અને સ્પિનર પ્રેમા રાવતને ત્રણેય ફૉર્મેટની સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવી છે.


