સોનુએ સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કરીને પોતાની યુટ્યુબ ચૅનલ વિશે માહિતી આપી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સોશ્યલ મીડિયા પર હંમેશાં સક્રિય રહેતા સોનુ સૂદે પોતાના ફૅન્સ સાથે વધુ સારી રીતે જોડાવા માટે એક નવું પગલું ભર્યું છે અને હવે તે યુટ્યુબ જેવા પ્લૅટફૉર્મ મારફત પણ સીધો ફૅન્સ સાથે જોડાવાનો છે.
સોનુએ સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કરીને પોતાની યુટ્યુબ ચૅનલ વિશે માહિતી આપી. વિડિયોમાં તેણે કહ્યું હતું કે ‘ઘણા સમયથી લોકો કહેતા હતા કે યુટ્યુબ પર આવો, પરંતુ સમય મળી શકતો નહોતો. હવે જ્યારે તમે બધા યુટ્યુબ પર છો તો ત્યાં મારી હાજરી પણ જરૂરી બની જાય છે.’
ADVERTISEMENT
સોનુએ આ વિડિયોની કૅપ્શનમાં લખ્યું હતું કે ‘હું તમને સબસ્ક્રાઇબ કરવા નથી કહેતો, માત્ર એટલું કહેવું છે કે એક વાર તમે જોડાશો તો તમે મારા પરિવારનો ભાગ બની જશો. યુટ્યુબ ફૅમિલીમાં આપનું સ્વાગત છે.’
સોનુએ વિશેષમાં જણાવ્યું હતું કે તેની યુટ્યુબ ચૅનલ પર ટૂંક સમયમાં કેટલીક નવી જાહેરાતો થવાની છે. માનવામાં આવે છે કે હવે સોનુ પોતાનાં કામ, સામાજિક પ્રવૃત્તિઓ અને વ્યક્તિગત જીવન સાથે જોડાયેલા અપડેટ્સ-બ્લૉગિંગ પણ ફૅન્સ સાથે શૅર કરશે.


