ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સાથે મુકાબલો : બુધવારે બંગલાદેશ સામે મૅચ
સાઉથ આફ્રિકાના કેપ ટાઉન શહેરમાં ટેબલ માઉન્ટેન નામના સ્થળે ભારતીય મહિલા ટીમે ગઈ કાલે અલગથી પણ ફોટો પડાવ્યો હતો. તસવીર બીસીસીઆઇ ટ્વિટર
ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ ટીમોના વિશ્વકપ બાદ હવે શુક્રવાર, ૧૦ ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકામાં મહિલાઓનો ટી૨૦ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે અને એ પહેલાં આજથી હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમની બે વૉર્મ-અપ મૅચમાં પરીક્ષા થશે. ભારતીય ટીમની આજે (ભારતીય સમય મુજબ સાંજે ૬.૦૦ વાગ્યાથી) ઑસ્ટ્રેલિયા સામે પ્રૅક્ટિસ-મૅચ છે. ઑસ્ટ્રેલિયાની ટીમ ૨૦૨૦માં અને એ પહેલાં ૨૦૧૮માં ચૅમ્પિયન બની હતી.
સ્મૃતિ મંધાના ભારતીય ટીમની વાઇસ-કૅપ્ટન અને મુખ્ય ઓપનર છે. ટીમની બીજી પ્લેયર્સમાં દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જેમાઇમા રૉડ્રિગ્સ, રાધા યાદવ, યાસ્તિકા ભાટિયા, અંજલિ સરવાની, હર્લીન દેઓલ, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાન્ડે, રેણુકા સિંહ, દેવિકા વૈદ્ય અને પૂજા વસ્ત્રાકરનો સમાવેશ છે.
ADVERTISEMENT
મેગ લેનિંગ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયન ટીમની કૅપ્ટન છે. અલીસા હિલી વાઇસ-કૅપ્ટન અને વિકેટકીપર છે.

સાઉથ આફ્રિકાના કેપ ટાઉન શહેરમાં ટેબલ માઉન્ટેન નામના સ્થળે વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપની ટ્રોફી સાથે ૧૦ દેશની ટીમની કૅપ્ટન. વુમન ઇન બ્લુ હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમ રવિવાર, ૧૨ ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મૅચ રમશે.
૨૦૨૦ના ગયા વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતનો ઑસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો એટલે આજે ભારતીય ટીમ એને હરાવીને આ વખતના વર્લ્ડ કપમાં પોતે પણ ટ્રોફી મેળવવા ફેવરિટ હોવાની ચેતવણી આપી શકશે. ભારતની બીજી અને છેલ્લી વૉર્મ-અપ મૅચ મંગળવારે બંગલાદેશ સામે રમાશે.


